Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૪૬ ]
શ્રી નદી સૂત્ર
કરતાં કરતાં ઉત્પન્ન થયેલી બુદ્ધિના ઉદાહરણ આ પ્રકારે છે.
(૧) સુવર્ણકાર (૨) ખેડૂત (૩) વણકર (૪) દર્વીકાર (૫) મોતી (૬) ઘી (૭) નટ (૮) દરજી (૯) સુથાર (૧૦) કંદોઈ (૧૧) ઘડો (૧૨) ચિત્રકાર. આ બાર કર્મજા બુદ્ધિના દષ્ટાંતો છે.
વિવેચન :
(૧) સુવર્ણIR :- સુવર્ણકાર એવો કુશળ કલાકાર હતો કે પોતાના કાર્યના જ્ઞાનથી ઘોર અંધકારમાં પણ હાથના સ્પર્શથી જ સોનું અને ચાંદીની પરીક્ષા બહુ જ સરસ રીતે કરી શકતો હતો.
(૨) વર્ષ :- ખેડૂત. એક ચોર કોઈ વણિકના ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેણે દીવાલમાં એક બાકોરું પાડ્યું. તેમાં કમળની આકૃત્તિ બની ગઈ. પ્રાતઃકાળે જ્યારે લોકોએ તે બાકોરાની કળાકૃતિ જોઈ ત્યારે ચોરી કેટલી થઈ એ વાત ભૂલીને તેઓ ચોરની કળાકૃતિની પ્રશંસા કરવા લાગ્યાં. એ જનસમૂહમાં ચોર પણ છૂપા વેષમાં હતો. તે પોતાની ચતુરાઈની પ્રશંસા સાંભળીને ખુશ થઈ રહ્યો હતો. એક ખેડૂત પણ ત્યાં હતો. તેણે પ્રશંસા કરવાને બદલે કહ્યું– ભાઈઓ ! એની આટલી પ્રશંસા ? અને એમાં અચંબાની શું વાત છે? પોતાના કામમાં દરેક વ્યક્તિ કુશળ હોય છે
ખેડૂતની વાત સાંભળીને ચોરને બહુ ક્રોધ આવ્યો. એક દિવસ તે છરી લઈને ખેડૂતને મારવા માટે તેના ખેતરમાં ગયો. જ્યારે છરી લઈને ખેડૂતની તરફ ગયો ત્યારે પાછળ પાછળ હટતા ખેડૂતે કહ્યું- તમે કોણ છો? મને શા માટે મારવા ઈચ્છો છો? ચોરે કહ્યું– તે તે દિવસે મેં બનાવેલા બાકોરાની પ્રશંસા કેમી કરી ન હતી ?
ખેડૂત સમજી ગયો કે આ તે જ ચોર છે. ખેડૂતે કહ્યું મેં તમારી બૂરાઈ તો નથી કરીને? એમ જ કહ્યું હતું કે જે માણસ જે કાર્ય કરતો હોય, તેમાં પોતાના અભ્યાસના કારણે કુશળ જ હોય છે? જો તમને વિશ્વાસ ન હોય તો હું તને મારી કળા દેખાડીને વિશ્વસ્ત બનાવી દઉં. જુઓ મારા હાથમાં મગના આ દાણા છે. તમે કહો તો હું આ બધાને એક સાથે અધોમુખ, ઊર્ધ્વમુખ અથવા પડખે ફેંકી શકું છું.
ચોર તેની વાત સાંભળીને ચકિત થઈ ગયો. તેને ખેડૂતની વાત પર વિશ્વાસ ન આવ્યો. તો પણ ખેડૂતની ચાલાકી જોવા માટે ચોરે કહ્યું – તું આ બધા મગના દાણાને ઉંધા પાડીને મને બતાવ.
ખેડૂતે તે જ વખતે પૃથ્વી પર એક ચાદર બિછાવી દીધી અને મગના બધા દાણાને એવી ચાલાકીથી એ ચાદર પર ફેંક્યા કે બધા દાણા અધોમુખ એટલે ઉંધા જ પડ્યાં. ચોરે ધ્યાન દઈને દરેક દાણાની તપાસ કરી તો ખરેખર બધા દાણા ઉંધા જ પડ્યા હતા. એ જોઈને ચોરે કહ્યું – ભાઈ! તું તારા કાર્યમાં મારાથી પણ કુશળ છો. એમ કહીને વારંવાર તેની પ્રશંસા કરી. ચોર જતાં જતાં એટલું કહેતો ગયો કે જો તારા મગ ઉંધા ન પડ્યા હોત તો હું તને ચોક્કસ મારી નાખત. આ કર્ષક અને તસ્કર બન્નેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૩) તિવા :- એક ગામમાં એક વણકર રહેતો હતો. તે પોતાના હાથમાં સૂતરના દોરાઓને લઈને