Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૫૪]
શ્રી નદી સૂત્ર
નંદિષેણ મુનિની પારિણામિકી બુદ્ધિના ઉપાય વડે શિથિલ થયેલા મુનિ સંયમમાં સ્થિર થયા. () અનવર :- ધનદાન ઉદાહરણ શ્રી જ્ઞાતાધર્મકથા સત્રના અઢારમા અધ્યયનમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે માટે ત્યાંથી જાણી લેવું. ધનદત્તનું ઉદાહરણ પરિણામિક બુદ્ધિ વિષે છે. (૮) શ્રાવ :- એક ગામમાં એક ગૃહસ્થ પોતાના ગુરુ પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. તેઓ સ્વદાર સંતોષ વ્રતનું બરાબર પાલન કરતા હતા. ઘણા વર્ષો સુધી પોતાના વ્રતોનું પાલન કરતા રહ્યાં પરંતુ કર્મના ઉદયથી એક વાર તેણે પોતાની પત્નીની સખીને જોઈ. જોતાં જ તેમાં તે આસક્ત થયાં. આસક્તિના કારણે તે ચિંતિત રહેવા લાગ્યાં. લજ્જાવશ તે પોતાની ભાવના કોઈ પણ પ્રકારે પ્રગટ કરી શકતા ન હતાં. ચિંતાના કારણે તે દુબળા થવા લાગ્યાં, ત્યારે તેની પત્નીએ આગ્રહપૂર્વક પૂછ્યું- નાથ ! તમને શું થયું છે? તમારું શરીર કેમ ઘસાતું જાય છે? પત્નીએ પૂછ્યું એટલે પતિએ પોતાની ઈચ્છા પ્રગટ કરી.
વ્રતધારી પોતાના પતિની વાત સાંભળીને તેની સ્ત્રીએ વિચાર્યું તેણે સ્વદાર સંતોષ વ્રત ગ્રહણ કર્યું છે છતાં મોહના કારણે એવી દુર્ભાવના ઉત્પન્ન થયેલ છે. જો આ રીતે કલુષિત વિચારોમાં તેમનું મૃત્યુ થશે તો અવશ્ય તેની દુર્ગતિ થશે માટે પતિના વિચાર દૂર થાય અને વ્રત પણ ન ભાંગે એવો કોઈ ઉપાય શોધું. વિચારીને તેણીએ તેના પતિને કહ્યું– સ્વામી ! આપ નિશ્ચિત રહો. હું આપની ભાવનાને પૂર્ણ કરીશ. એ તો મારી સખી છે. મારી વાતને તે ટાળી નહિ શકે. એ આજે જ આપની સેવામાં ઉપસ્થિત થશે. એમ કહીને તેણી પોતાની સહેલી પાસે ગઈ.
સખીની સાથે વાર્તાલાપ કરીને તેણીએ કહ્યું- તારા દાગીના અને વસ્ત્ર મને આપ. તે મારે પહેરવા છે. તેની સખીએ વસ્ત્ર તથા આભૂષણો આપ્યાં. તે લઈને પોતાના ઘરે આવી. રાત્રિના તે શ્રાવકની પત્નીએ એ જ આભૂષણો અને એ જ વસ્ત્રો પહેર્યા. તૈયાર થઈને તે પોતાના પતિ પાસે ગઈ અને તેની ઈચ્છા પૂર્ણ કરી. બીજા દિવસે તેના પતિએ કહ્યું– મેં બહુ અનર્થ કરી નાંખ્યો. મારા વ્રતનો મેં ભંગ કર્યો. તે બહુ જ પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે તેની પત્નીએ દરેક વાત સ્પષ્ટ કરીને કહ્યું– તમારું વ્રત ભાંગવા દીધું નથી. શ્રાવક આ વાત સાંભળીને બહુ ખુશ થયા. પછી પોતાના ધર્મગુરુની પાસે જઈને આલોચના કરી પ્રાયશ્ચિત કરીને શુદ્ધિકરણ કર્યું. તેની સ્ત્રીએ પોતાના પતિના વ્રતની રક્ષા કરી, આ તે શ્રાવિકાની પારિણામિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૯) અમાત્ય :- કપિલપુર નગરમાં બ્રહ્મ નામના રાજા રાજ્ય કરતા હતા. તેની રાણીનું નામ ચલણી હતું. એક વાર સુખ શય્યામાં પોઢેલી રાણીએ ચક્રવર્તીના જન્મ સૂચક એવા ચૌદ સ્વપ્ના જોયાં. ત્યારબાદ સમય થવા પર રાણીએ એક પરમ પ્રતાપી સુકુમાર પુત્રને જન્મ આપ્યો. તેનું નામ બ્રહ્મદત્ત રાખ્યું. બ્રહ્મદત્તના પિતા બ્રહ્મનો દેહાંત થયો ત્યારે બ્રહ્મદત્તનો હજુ બાલ્યકાળ જ હતો તેથી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજાના મિત્ર દીર્ઘપૃષ્ઠને રાજગાદી પર બેસાડ્યો. દીર્ઘપૃષ્ઠ ચરિત્રહીન હતો. તે વારંવાર અંતઃપુરમાં આવ-જા કરતો હતો. જેના પરિણામે રાણીની સાથે તેનો અનુચિત સંબંધ થઈ ગયો. તેઓ બન્ને વૈષયિક સુખ ભોગવવા લાગ્યાં.