Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૬૭ |
કરવા લાગી. સ્થૂલિભદ્ર હવે પહેલાં જેવા સ્થૂલિભદ્ર ન હતાં કે જે તેણીના શૃંગારમય કામુક પ્રદર્શનથી વિચલિત થાય. તેણે કામભોગને કિંપાક ફળ જેવા સમજીને છોડી દીધા હતા. તેઓ વૈરાગ્યના રંગે રંજિત હતા તેથી તે પોતાના આત્માને પતનની ખાઈમાં પાડે એમ ન હતા. કહ્યું છે
विषयासक्तचित्तो हि यतिर्मोक्षंण विंदति । જેનું મન સાધુ વેશ ધારણ કર્યા પછી પણ વિષયાસક્ત રહે છે, એનો આત્મા મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી.
કોશાએ લાખો પ્રયત્ન કર્યા પણ ધૂલિભદ્ર મુનિનું મન વિચલિત ન થયું. પૂર્ણ નિર્વિકાર ભાવે તે તેની સાધનામાં મસ્ત રહેતા હતા. જેમાં અગ્નિ પર શીતળ જળ પડવાથી તે શાંત થઈ જાય છે તેમ સ્થૂલિભદ્ર મુનિનું શાંત અને વિકાર રહિત મુખમંડલ જોઈને વેશ્યાનું વિલાસી હૃદય શાંત બની ગયું. પછી સ્થૂલિભદ્ર મુનિએ કોશાને ઉપદેશ આપ્યો. એ ઉપદેશ સાંભળીને તેણીએ બાર વ્રત ધારણ કરી લીધાં.
ચાતુર્માસની સમાપ્તિ થવાપર ચારે ય શિષ્યો ગુરુની સેવામાં પહોંચી ગયા. સિંહગુફા, સર્પનુંદર અને કૂવાના કિનારા પર ચાતુર્માસ કરનાર મુનિઓએ આવીને ગુરુના ચરણોમાં નમસ્કાર કર્યા ત્યારે ગુરુએ તેઓની પ્રશંસા કરતાં કહ્યું–છૂટુર:"હે મુનિઓ! તમે દુષ્કર કાર્ય કર્યું છે. જ્યારે સ્થૂલિભદ્ર મુનિએ પોતાનું મસ્તક ગુરુના ચરણમાં ઝુકાવ્યું ત્યારે ગુરુએ કહ્યું- "છૂત૬%: કુર:" હે મુનિ! તમે અતિદુષ્કર કાર્ય કર્યું છે. સ્થૂલિભદ્રને ગુરુએ જ્યારે અતિ દુષ્કર કાર્ય માટે શાબાશી આપી ત્યારે ત્રણે ય મુનિઓનાં હૃદયમાં ઈષ્યભાવ ઉત્પન્ન થયો.
જ્યારે બીજું ચાતુર્માસ આવ્યું ત્યારે સિંહગુફામાં વર્ષાવાસ કરનાર મુનિએ ગુરુ પાસે કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવાની આજ્ઞા માંગી. ગુરુએ તેને આજ્ઞા ન આપી. ગુરુની આજ્ઞા વિના તે મુનિ કોશા વેશ્યાના ઘરે ચાતુર્માસ કરવા માટે ગયા. કોશાએ પોતાની ચિત્રશાળામાં તે મુનિને ચાતુર્માસ કરવાની અનુમતિ આપી. વેશ્યાના રૂપ અને લાવણ્યને જોઈને મુનિ પોતાની તપસ્યા અને સાધના ભૂલી ગયા. તે વેશ્યાના પ્રતિ પ્રેમ નિવેદન કરવા લાગ્યા. એ જાણીને વેશ્યાને બહુ દુઃખ થયું. ધર્મ પામેલી વેશ્યાએ મુનિને સન્માર્ગ પર લાવવાનો ઉપાય શોધી કાઢયો. તેણીએ મુનિને કહ્યું– મુનિરાજ ! પહેલાં મને એક લાખ સોનામહોર આપો. મુનિએ કહ્યું- હું ભિક્ષુ છું. મારી પાસે ધન ક્યાંથી હોય? વેશ્યાએ કહ્યું- તો તમે નેપાલ જાઓ. નેપાલના નરેશ દરેક ભિક્ષુને એક એક રત્નકંબલ પ્રદાન કરે છે તેનું મૂલ્ય એક લાખ સોનામહોરનું છે. તમે ત્યાં જઈને મને એ રત્નકંબલ લાવી આપો.
કામરાગમાં આસક્ત થયેલ વ્યક્તિ શું ન કરે? મુનિ પણ પોતાની સાધનાને એક બાજુ રાખીને રત્નકંબલ લેવા માટે રવાના થયાં. માર્ગમાં અનેક કષ્ટો સહન કરતાં કરતાં મહામુસીબતે તે નેપાલ પહોંચ્યા. ત્યાંના રાજા પાસેથી એક રત્નકંબલ મેળવીને તે પાછા ફર્યા. પરંતુ રસ્તામાં ચોર લોકોએ તે રત્નકંબલ છીનવી લીધી. તે રોતાં રોતાં બીજીવાર નેપાલ ગયા. રાજાને પોતાની રામકહાની કહીને મહામહેનતે તેણે બીજી રત્નકંબલ પ્રાપ્ત કરી. પછી તેણે વાંસળીમાં એ રત્નકંબલને છુપાવી દીધી રસ્તામાં ચાલતાં ચાલતાં