Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| કેવળજ્ઞાન
૧૦૩ |
(૫) વિદ– જે જ્ઞાન ભેદ પ્રભેદથી રહિત છે, સર્વ પ્રકારની તરતમતા અને વિસદશતાથી રહિત છે તેમજ સદાકાળ અને સર્વદેશમાં એક સરખું જ રહે છે માટે તે કેવળજ્ઞાન એક પ્રકારનું જ હોય છે.
વાગ્યોગ અને શ્રુત :
केवलणाणेणऽत्थे, णाउं जे तत्थ पण्णवणजोग्गे ।
ते भासइ तित्थयरो, वइजोगसुयं हवइऽसेसं ॥ से तं केवलणाणं । से तं णोइंदियपच्चक्खं । શબ્દાર્થ :- વનનrળsધે - કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને, નાકં = જાણીને, તલ્થ = ત્યાં, તેમાં, 9 = જે પદાર્થ, પUવાનોને = વર્ણન કરવા યોગ્ય છે. તે = તેને, તિસ્થયરી = તીર્થકર દેવ, માસ = કહે છે, કથન કરે છે, અને તે સંપૂર્ણ, ફળોન = વચનયોગ, સુગં = શ્રુતરૂપ, દવ = હોય છે, તે = તે, વળવું = કેવળજ્ઞાન છે, ગોવિપશ્વર્ણ = નો ઈન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે.
ભાવાર્થ - કેવળજ્ઞાન દ્વારા સર્વ પદાર્થોને જાણીને તેમાં જે પદાર્થ વર્ણન કરવા યોગ્ય હોય તેને તીર્થકર દેવ પોતાના પ્રવચનોમાં પ્રતિપાદિત કરે છે. તીર્થકર દેવનો તે સંપૂર્ણ વચનયોગ શ્રુત કહેવાય છે અર્થાત્ કેવળજ્ઞાનથી જાણીને કહેવાયેલ વચનો સાંભળનાર માટે શ્રુતજ્ઞાનરૂપ થાય છે. આ રીતે કેવળજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. તેમજ નોઈદ્રિયપ્રત્યક્ષજ્ઞાનનું પ્રકરણ પૂર્ણ થયું.
વિવેચન :
આ ગાળામાં સૂત્રકારે સ્પષ્ટ કહ્યું છે કે તીર્થકર ભગવાન કેવળજ્ઞાન દ્વારા જેટલા પદાર્થોને જાણે છે તેમાં પણ જેટલું કથનીય છે એ જ કહે છે. દરેક પદાર્થોનું કે સર્વ પર્યાયનું વર્ણન કથન કરવા યોગ્ય હોતું નથી તેમજ તેમને જરૂરી લાગતું નથી.
જીભ એક છે, આયુષ્ય પરિમિત છે, પદાર્થો અનંત છે, તેના ગુણ, ધર્મ, પર્યાય અનંતાનંત છે, માટે તીર્થકર પ્રભુ પદાર્થોનો અનંતમો ભાગ જ કહી શકે છે. તેનાથી અતિરિક્ત અર્થ વાણીથી અવર્ણનીય
છે.
કેવળજ્ઞાની જે પ્રવચન કરે છે તે વચન યોગથી કરે છે પણ શ્રુતજ્ઞાનથી નહીં અર્થાત્ ભાષા પર્યાપ્તિ નામકર્મના ઉદયથી કરે છે. તેઓશ્રીનું પ્રવચન સાંભળનાર માટે શ્રુતનું કારણ બને છે–
તેથી એમ સિદ્ધ થાય છે કે તીર્થકર ભગવાનનો વચનયોગ શ્રુતજ્ઞાનનું નિમિત્ત હોવાને કારણે દ્રવ્યશ્રત છે. તે કેવળજ્ઞાનપૂર્વક વચન પ્રયોગ છે. વર્તમાન કાળમાં જે આગમજ્ઞાન કરાય છે તે ભાવકૃત છે અને પુસ્તકોમાં લિપિબદ્ધ જે હોય તે પણ ભાવૠતનું નિમિત્ત કારણ હોવાથી દ્રવ્યશ્રુત છે. ગણધરોને જે શ્રુતજ્ઞાન થાય છે તે ભગવાનના વચનયોગ રૂપ દ્રવ્યશ્રુતથી થાય છે. કારણ કે તેઓને શ્રુતજ્ઞાન ઉત્પન્ન