Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૨૫ ]
ન્યાયાધીશે પહેલી સ્ત્રી અને ધૂર્ત બન્નેને વિરેચન આપ્યું પછી તપાસ કરાવી તો સ્ત્રીના મળમાં તલના દાણા દેખાયા પરંતુ ધૂર્તના મળમાં તલ દેખાયા નહીં. ઔત્પાતિકી બુદ્ધિના ધારક ન્યાયાધીશ ન્યાય કરી આપ્યો કે આ સ્ત્રી પેલા પુરુષની જ છે તેથી તેને તેની પત્ની સોંપી દીધી અને ધૂર્તને યોગ્ય દંડ આપ્યો.
(૯) ગજ :- એક સમયની વાત છે. કોઈ એક રાજાને એક બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી તેથી તે અતિશય મેધાવી તથા ઔત્પાતિકી બુદ્ધિના ધારક એવી વ્યક્તિની ખોજ કરી રહ્યો હતો. પરીક્ષા કરવા માટે રાજાએ એક બળવાન હાથીને ચાર રસ્તા પર બાંધી દીધો. પછી ઘોષણા કરાવી- જે વ્યક્તિ આ હાથીનું વગર તોલે વજન કરી દેશે, તેને રાજા બહુ મોટું ઈનામ આપશે.
આ ઘોષણાને સાંભળીને કોઈ એક માણસે એક નાવને પાણીમાં તરતી મૂકી, પછી એ નાવ પર પેલા હાથીને ચડાવી દીધો. પછી નાવ પાણીમાં કેટલી ડૂબી એ તપાસ કરીને તેણે નાવ પર એક ચિહ્ન કરી લીધું. ત્યાર બાદ હાથીને નાવથી ઉતારીને તેણે એ નાવમાં પથ્થર ભરી દીધા. ચિહ્ન સુધી પાણી આવી ગયું એટલે એણે નાવમાંથી પથ્થર કાઢીને તેનું વજન કરીને રાજાને બતાવ્યું કે હાથીનું વજન અમુક પલ પરિમાણનું છે. રાજાએ પૂછ્યું- તમે કેવી રીતે જાણ્યું? પેલા માણસે હાથીનું વજન વગર તોલાએ જે રીતે કર્યું તે પ્રક્રિયા રાજાને બતાવી દીધી. રાજા તેની પ્રક્રિયા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તે માણસને મુખ્યમંત્રીનું પદ આપ્યું. આ તે પુરુષની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે. (૧) ઘયણ–ભાંડઃ- કોઈ એક રાજાના દરબારમાં એક ભાંડ રહેતો હતો. રાજા તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેથી તે બહુ મોઢે ચડી ગયો હતો. રાજા તે મોઢે ચડાવેલા ભાંડની સમક્ષ પોતાની મહારાણીની સદૈવ પ્રશંસા કર્યા કરતા અને કહેતા કે મારી રાણી બહુ આજ્ઞાકારી છે પરંતુ ભાંડ રાજાને કહેતો કે આપની રાણી સ્વાર્થ ખાતર આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે. જો આપને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી લેજો.
રાજાએ ભાંડના કહેવા મુજબ એક દિવસ રાણીને કહ્યું– દેવી ! મારી ઈચ્છા બીજા લગ્ન કરવાની છે અને તેનાથી જે પુત્ર થાય તેનો રાજ્યાભિષેક કરીશ. રાજાની વાત સાંભળીને રાણીએ કહ્યું– મહારાજ આપ ભલે બીજીવાર લગ્ન કરો પરંતુ રાજ્યનો અધિકાર પરંપરાગત પહેલા જ રાજકુમારને આપી શકાશે. રાજાને ભાંડની વાત યાદ આવી તેથી રાણીની સામે સ્મિત કર્યું. રાણીએ હાસ્યનું કારણ પૂછ્યું તો રાજા જોરથી હસ્યા. રાણીએ બીજીવાર, ત્રીજીવાર રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ ભાડે કહેલી વાત કરી બતાવી. એ સાંભળીને રાણી ક્રોધથી ધમધમી ઊઠી અને રાજાને કહ્યું- ભાંડને દેશ પરિત્યાગ કરવાની આજ્ઞા આપો.
રાજાએ રાણીના કહેવા મુજબ ભાંડને દેશ પરિત્યાગની આજ્ઞા આપી. એ વાત સાંભળીને ભાંડે ઘણા બધા જૂતા(જોડા) ભેગા કરીને એક મોટી ગાંસડી વાળી. તે ગાંસડી શિર પર લઈને ભાંડ રાણીના ભવનમાં ગયો. પહેરગીરની આજ્ઞા માંગીને તે રાણીના દર્શનાર્થ ગયો. રાણીએ પૂછ્યું- આ શિર પર ગાંસડીમાં શું લીધું છે? ભાડે કહ્યું– માતાજી! આ ગાંસડીમાં ઘણા જૂતા લીધા છે. આ જૂતાને પહેરીને હું