Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩ર |
શ્રી નંદી સૂત્ર
ભિક્ષુની પાસે ગયો. ત્યાં જઈને તેણે ભિક્ષુને કહ્યું– મારી પાસે થોડીક સોનાની ખીંટીઓ છે તે આપ મારી થાપણ રૂપે રાખો. હું વિદેશથી આવીને પાછી લઈ જઈશ. આપ સત્યવાદી મહાત્મા છો એટલે હું આપની પાસે મારી આ થાપણ રાખવા ઈચ્છું છું. એવી વાત કરતા હતા ત્યાં પેલા માણસે જુગારીના સંકેતાનુસાર સંન્યાસી પાસે આવીને કહ્યું- મહાત્માજી મારી હજાર સોનામહોરની થેલી મને આપો મારે આજે જોઈએ
ભિક્ષ પેલી સોનાની ખીંટીઓના લોભે અને સંન્યાસી પાસે અપયશ ન ફેલાય એટલા ખાતર ઘરમાં જઈને હજાર સોનામહોરની થેલી લઈ આવ્યો અને થેલીના માલિકને તેણે આપી દીધી. ત્યારબાદ વેશધારી સંન્યાસીએ પેલા ભિક્ષુને કહ્યું– થોડીવાર ખમો, મારે એક જરૂરી કામ માટે અત્યારે જવું પડશે. હું મારું કામ કરીને પછી આ સોનાની ખીંટીઓ આપને ત્યાં મૂકવા આવીશ. એમ કહીને વેષધારી સંન્યાસી ત્યાંથી ચાલ્યો ગયો. વેષધારી સંન્યાસી જુગારીની ઔત્પાતિકી બુદ્ધિના કારણે પેલાની હજાર સોનામહોર મળી ગઈ. (૨૩) ચેટકનિધાનઃ- એક ગામમાં બે મિત્રો રહેતા હતા. પરસ્પર બન્નેનો ગાઢ પ્રેમ હતો. એક વાર બન્ને મિત્રો ગામની બહાર જંગલમાં ગયા. ત્યાં એક ઝાડ નીચે બેઠા હતા. ઓચિંતાની તેઓની નજર એક ખાડા પર પડી. ત્યાં તેઓએ સુવર્ણથી ભરેલ એક ચરુ જોયો. બન્નેએ ખાડો ખોદીને ચરુ બહાર કાઢયો. તેઓ બન્ને કહેવા લાગ્યા કે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને અચાનક પુષ્કળ ધન મળી ગયું. પણ એક માયાવી મિત્રે કહ્યું, આપણે આ ધનને આજે અહીં જ દાટી દઈએ. કાલે શુભ દિવસ અને શુભ નક્ષત્ર છે માટે આપણે બન્ને કાલે અહીં આવીને આ ધન લઈ જઈશું.
પેલો મિત્ર સરળ હતો. તેણે કહ્યું, ભલે. પછી બન્ને મિત્રો ધન દાટીને પોતાના ઘરે ગયા. માયાવી મિત્ર તે જ રાતના જંગલમાં જ્યાં ધન દાટયું હતું ત્યાં ગયો. તેણે ખાડો ખોદીને બધું ધન કાઢી લીધું અને ચરુમાં કોલસા ભરીને ફરી ત્યાં દાટી દીધો. બધું ધન લઈને પોતાના ઘરમાં મૂકી દીધું. બીજા દિવસે બન્ને મિત્રો મળીને જંગલમાં ધન લેવા ગયા, ખાડો ખોદીને ચરુ કાઢયો તો અંદરથી કોલસા નીકળ્યાં. કપટી મિત્ર કોલસાને જોઈને છાતીફાટ રુદન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો આપણે કેવા કમનસીબ? દેવે આપણને દ્રવ્ય આપ્યું અને પાછું છીનવી લીધું. એમ વારંવાર કહેતો કહેતો જીણી નજરે તે સરળ મિત્ર સામુ જોતો હતો. સરળ મિત્રે કહ્યું– આમ રોવાથી ધન નહીં મળે. સરળ મિત્ર સમજી ગયો હતો કે આ કપટીએ જ ધન કાઢીને એમાં કોલસા ભરી દીધા છે. છતાં તેને સમજાવીને બન્ને પોતપોતાના ઘરે ગયા.
થોડા દિવસ પછી સરળ મિત્રે કપટી મિત્રની એક મૂર્તિ બનાવી. પછી એ મૂર્તિ પોતાના ઘરે રાખી. ત્યાર બાદ તેણે બે વાંદરા પાળ્યા. પછી એ વાંદરાઓને ખાવા યોગ્ય પદાર્થોની થેલી મૂર્તિના મસ્તક પર, ખંભા પર, હાથ પર, પગ પર રાખી દેતો હતો. વાંદરાઓ મૂર્તિ પરથી પોતાનો ખોરાક ખાઈને તે પ્રતિમા પર નાચ-કૂદ વગેરે ક્રિયા કરતા હતા. એ પ્રતિમાની સકલથી બન્ને વાંદરાઓ જાણીતા થઈ ગયા.
એક દિવસ તહેવારના દિવસે સરળ મિત્રે કપટી મિત્રના બન્ને દીકરાને જમવાનું કહ્યું. કપટી મિત્રે તેનું આમંત્રણ સ્વીકારીને બન્ને દીકરાઓને તેના ઘરે જમવા મોકલ્યા. સરળ મિત્રે બન્નેને ખૂબ પ્રેમથી