Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૦ |
શ્રી નદી સૂત્ર
વાંસળીને સાચવીને મૂકી દીધી.
ભીખારી ત્યાંથી દેશાંતર ચાલ્યો ગયો. ઘણો સમય વ્યતીત થવા પર તે ગરીબ ભિખારી પોતાના સ્વઘરે આવ્યો અને પુરોહિત પાસે પોતાની થાપણ લેવા ગયો પરંતુ પુરોહિતે કહ્યું- હું તારી વાંસળી વિષે કિંઈ જાણતો નથી. તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારી થાપણ મારે ત્યાં છે જ નહીં, એમ કહીને ભીખારીને ત્યાંથી તેણે રવાના કર્યો. ભિખારીને પોતાની સંપત્તિ ન મળવાથી તે પાગલ બની ગયો. ગામમાં તે ચારે બાજુ ફરતાં ફરતાં બોલ્યા કરતો હતો કે "હજાર સોનામહોરની વાંસળી." વારંવાર આ શબ્દનો જ ઉચ્ચાર કરતો હતો.
એક દિવસ તે ગરીબ મંત્રીને રસ્તામાં જતાં જોયા અને કહ્યું– પુરોહિતજી મારી હજાર રૂપિયાની વાંસળી તમારે ત્યાં થાપણ રૂપે રાખી છે તે પાછી આપોને? આ વાત સાંભળીને મંત્રીને દયા આવી, તેણે પેલા ભિખારીની વાત રાજાને કરી. રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું– પેલા ભિખારીની થાપણ તું પાછી આપી દે. પુરોહિતે કહ્યું– મારા ઘરે ભિખારીની થાપણ છે જ નહીં. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પછી રાજાએ ભિખારીને એકાંતમાં બોલાવ્યો અને કહ્યું – તે થાપણ ખરેખર પુરોહિતને ત્યાં રાખી છે? ભિખારીએ દિવસ, તિથિ, મુહૂર્ત, ચોઘડીયું તેમજ સાથીદારોની હાજરી વગેરે બતાવ્યું.
એક દિવસે રાજાએ ફરી પુરોહિતને બોલાવ્યો. રાજા તેની સાથે રમત ગમતમાં મગ્ન બની ગયા પછી રમતાં રમતાં એક બીજાએ વીંટી બદલાવી લીધી. પછી પોતાના ગુપ્તચરને રાજાએ કહ્યું તમે આ વીંટી લઈને પુરોહિતના ઘેર જાઓ અને તેની પત્નીને પુરોહિતની વીંટી બતાવીને કહો કે પુરોહિતે મને પેલા ભિખારીની એક હજાર સોનામહોરની વાંસળી આપવાનું કહ્યું છે. વીંટીની સાક્ષી જોઈને પુરોહિતની પત્નીએ પેલા ભિખારીની થાપણ રાજાના કર્મચારીઓને આપી દીધી.
કર્મચારીઓએ રાજાને ભિખારીની વાંસળી આપીને સર્વ વૃત્તાંત કહ્યો. રાજાએ ઘણી વાંસળીની વચ્ચે પેલા ભિખારીની વાંસળી પણ રાખી દીધી. રાજાએ પુરોહિત તથા ભિખારી બન્નેને પોતાની બેઠકમાં બેસાડ્યા. ભિખારી વાંસળીના ઢગલામાં પોતાની વાંસળીને જોઈને અત્યંત ખુશ થયો. પછી રાજાને તેણે કહ્યું– મહારાજ ! આ આકૃતિવાળી મારી વાંસળી છે. રાજાએ પ્રેમથી તેની વાંસળી તેને આપી દીધી. વાંસળી મળી જવાથી ભિખારીનું પાગલપણું ચાલ્યું ગયું. રાજાએ પોતાની ઔત્પાતિકી બુદ્ધિ વડે પુરોહિત પાસેથી થાપણ મેળવીને પુરોહિતને યથા યોગ્ય દંડ આપ્યો.
(૨૦) અંક - એક વખત કોઈ માણસે એક શાહૂકારને એક હજાર રૂપિયાની વાંસળી થાપણ રૂપે આપી. પછી તે દેશાંતર ફરવા ગયો. તેના ગયા પછી શાહૂકારે વાંસળી નીચે એક કાણું કરીને હજાર રૂપિયા કાઢી લીધા તેમાં ખોટા રૂપિયા ભરીને તેણે વાંસળીની સિલાઈ કરી લીધી.
થોડા સમય પછી વાંસળીનો માલિક પોતાના ઘરે આવીને શાહૂકાર પાસે વાંસળી લેવા ગયો. શાહુકારે તેની વાંસળી આપી દીધી. તે લઈને વાંસળીનો માલિક પોતાના ઘરે ગયો. ત્યાં જઈને જોયું તો વાંસળીમાંથી ખોટા રૂપિયા નીકળ્યાં. જોઈને પેલો માણસ ગભરાયો. પછી તે ન્યાયાધીશ પાસે ગયો અને