Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૨૭
મને મંજૂર છે. સભાજનો સમક્ષ ક્ષુલ્લકે પોતાના કપડાં ઉતારીને પરિવ્રાજિકાને ઓઢાડી દીધા પછી કહ્યું– હવે તમે પણ તમારા કપડા ઉતારીને મારી પર ફેંકી દો. પરિવ્રાજિકા સભા સમક્ષ કપડાં ઉતારી ન શકી તેથી તે પરાસ્ત થઈને ત્યાંથી ચાલી ગઈ. આ ક્ષુલ્લકની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૪) માર્ગ :– એક પુરુષ પોતાની પત્નીની સાથે રથમાં બેસીને બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ રથ ઊભો રખાવીને તેની પત્ની લઘુશંકા નિવારણ માટે કોઈ ઝાડની પાછળ ગઈ. પેલો પુરુષ જ્યાં હતો ત્યાં એક વૃક્ષ પર કોઈ વ્યંતરી રહેતી હતી. તે વ્યંતરી પેલા પુરુષ પર મોહિત થઈ ગઈ. તેણે તરત જ પેલી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રથમાં આવીને બેસી ગઈ. પછી તેણીએ રથ ચાલુ કરવાનું કહ્યું. રથ રવાના થયો ત્યાર પછી પેલી સ્ત્રી લઘુશંકા નિવારીને આવી તો રથ ચાલતો થઈ ગયો હતો. પરંતુ પેલી સ્ત્રી તીવ્ર ગતિએ ચાલીને રથ પાસે પહોંચી ગઈ, તેને જોઈને રથમાં બેઠેલી પેલી સ્ત્રીએ કહ્યું– જે બાઈ ચાલી આવી છે એ વ્યંતરી છે, તેણે મારા જેવું રૂપ ધારણ કર્યું છે માટે તમે રથ શીઘ્ર ચલાવો.
પેલા પુરુષે રથની ગતિ વધારી તો પણ પેલી સ્ત્રી રથ પાસે દોડતી દોડતી આવી અને રડતી રડતી કહેવા લાગી, હે સ્વામી ! તમે રથને રોકો આપની પાસે જે સ્ત્રી બેઠી છે તે વ્યંતરી છે. એની વાત સાંભળીને પેલો પુરુષ એક નજરે જોવા લાગ્યો. તે સમજી ન શક્યો કે આમાં મારી પત્ની કોણ છે. પણ તેણે રથની ગતિ ધીમી કરી નાખી.
એટલામાં ગામ આવ્યું. બન્ને સ્ત્રીઓનો ઝગડો ગ્રામપંચાયતમાં પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને પોતાની બુદ્ધિથી બન્ને સ્ત્રીઓને તેના પતિથી દૂર દૂર એકને ડાબી બાજુ અને બીજીને જમણી બાજુ ઊભી રાખી દીધી પછી કહ્યું– જે સ્ત્રી પહેલાં આ પુરુષને અડશે તેને એ પુરુષની પત્ની માનવામાં આવશે.
ન્યાયાધીશની વાત સાંભળીને અસલી સ્ત્રી દોડીને પતિને અડવા જાય તેની પહેલા વ્યંતરીએ વૈક્રિય શક્તિ દ્વારા પોતાના સ્થાનેથી લાંબા હાથ બનાવીને પેલા પુરુષને અડી ગઈ. ન્યાયાધીશ તેણીના લાંબા હાથ જોઈને સમજી ગયો કે આ સ્ત્રી જ વ્યંતરી છે પછી તેણે અસલી સ્ત્રી તેના પતિને સોંપી દીધી અને વ્યંતરીને ભગાડી મૂકી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ.
(૧૫) સ્ત્રી :– એક વખત મૂળદેવ અને પુંડરીક બન્ને મિત્રો અન્ય સ્થળે જઈ રહ્યા હતાં. એ જ માર્ગમાં કોઈ બીજો પુરુષ પોતાની પત્નીની સાથે જઈ રહ્યો હતો. પુંડરીક તે સ્ત્રીને જોઈને તેના પર મોહિત થઈ ગયો. પછી પોતાના મિત્ર મૂળદેવને તેણે કહ્યું– જો આ સ્ત્રી મને મળશે તો જ હું જીવિત રહીશ અન્યથા મારું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે કામાસક્ત પુંડરીકને મૂળદેવે કહ્યું– તું આતુર ન બન. હું એક એવો ઉપાય કરીશ જેથી તે સ્ત્રી તને મળી જશે.
મૂળદેવે પુંડરીકને એક વનકુંજમાં બેસાડી દીધો. પછી તે પેલું યુગલ ચાલ્યું જતું હતું ત્યાં ગયો. ત્યાં જઈને મૂળદેવે પેલા પુરુષને કહ્યું– અત્યારે હું એક મુસીબતમાં આવી ગયો છું. આ બાજુની ઝાડીમાં મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે તેને જોવા માટે આપની સ્ત્રીને થોડીવાર મોકલો. પેલા પુરુષે