Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧૨]
શ્રી નદી સૂત્ર
પિતાની સાથે કરવા લાગ્યો. પિતાથી અલગ તે ક્યારે ય થતો નહીં.
એક દિવસ કોઈ કામ માટે ભરત નટને ઉજ્જયિની જવાનું થયું. રોહક પણ પિતાની સાથે ઉજ્જયિની ગયો. તે નગરી વૈભવથી સમદ્ધ અને સૌંદર્યપર્ણ હતી. તેને જોઈને રોહક તેમાં મગ્ધ બની ગયો. નગરીની ચારે તરફ ફરીને પોતાના મનરૂપી કેમેરામાં તેણે નગરીનો નકશો ઉતારી લીધો. થોડા સમય બાદ પિતાની સાથે તે પોતાના ગામ તરફ રવાના થયો. ઉજ્જયિની નગરીની બહાર નીકળતી વખતે ભરતને એક ભૂલાઈ ગયેલી ચીજ યાદ આવી તેથી રોહકને ક્ષિપ્રા નદીના કિનારે બેસાડીને તે એકલો ફરી ઉજ્જયિની ગયો.
અહીં રોહક નદીના કિનારા પર બેસીને રેતીથી રમતો હતો. એકાએક તેને રેતીમાં ઉજ્જયિની નગરીનો નકશો બનાવવાનું મન થયું. અલ્પ સમયમાં તેણે સફેદ રેતી પર ઉજ્જયિની નગરીનો આબેહૂબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીને ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દરેક દશ્ય બહુ સુંદર ચિતર્યુ. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતાં તે રોહકે બનાવેલા નગરીના નકશા પાસે આવ્યા અને તેના પર ચાલવા લાગ્યા તે જ ક્ષણે રોહકે તેને રોકી દીધા અને કહ્યું મહાશય ! આપ આ માર્ગથી ન જાઓ.
આ શબ્દ સાંભળતા જ આશ્ચર્યચકિત થઈને રાજાએ કહ્યું- શું વાત છે બેટા ! રોહકે કહ્યું– આ રાજભવન છે, એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ કરી ન શકે.
રાજાએ શબ્દ સાંભળતા જ કુતૂહલપૂર્વક રોહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. તેઓ મનોમન વિચારવા લાગ્યા- આ નાનો બાળક કેટલો બુદ્ધિમાન છે. જેણે એક જ વાર નગરીમાં ફરીને કેટલો સુંદર અને આબેહૂબ સાચો નકશો બનાવી લીધો. તે જ ક્ષણે રાજાના મનમાં એક વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ચાર સો નવ્વાણુ (૪૯૯) મંત્રી છે એની ઉપર આ બાળક જેવો અતિ કુશાગ્ર બુદ્ધિમાન કોઈ મહામંત્રી હોય તો મારું રાજ્ય કેટલું સુંદર ઢંગથી ચાલે! અન્ય બળ ન્યૂન હોય તો પણ તેની બુદ્ધિ દ્વારા હું નિષ્કટક રાજ્ય ચલાવી શકીશ અને શત્રુ રાજા પર વિજય મેળવી શકીશ પરંતુ એ પહેલા બાળકની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને રાજાએ તે બાળકનું નામ અને ગામ પૂછ્યું. બાળકે કહ્યું– મારું નામ રોહક છે હું આ નગરીની નજીક નટોના ગામમાં રહું છું. રાજાએ પૂછ્યું- તારા પિતાનું નામ શું છે? રોહકે કહ્યું– ભરત નટ. એટલી વાત થઈ ત્યાં રોહકના પિતા આવી ગયા તેથી રોહક તેની સાથે પોતાના ગામ તરફ રવાના થયો. રાજા પણ પોતાની નગરી તરફ રવાના થયા. રાજા પોતાના રાજ્યમાં ગયા પણ રોહક તેની નજરમાં વસી ગયો હતો. થોડા સમયબાદ રાજાએ રોહકની પરીક્ષા લેવાની શરૂઆત
કરી.
(૨) શિલા - રાજાએ સર્વ પ્રથમ રોહકના ગ્રામવાસીઓને બોલાવીને કહ્યું– તમે બધા લોકો મળીને એક એવો સુંદર મંડપ બનાવો, જે રાજાને યોગ્ય હોય. તમારા ગામની બહાર જે મહાશિલા છે તેને ત્યાંથી ખસેડ્યા વિના અને આઘીપાછી કર્યા વિના એ જ શિલા મંડપની છત બની જવી જોઈએ.