Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી નંદી સૂત્ર
કહ્યું– હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉં તો તું મને શું આપે ? ખેડૂતે કહ્યું– તો હું તને એક એવો મોટો લાડવો આપું કે જે દરવાજાની બહાર ન જઈ શકે. બન્નેની શરત નક્કી થઈ ગઈ, પાસે ઊભેલા લોકોને તેણે સાક્ષીમાં રાખી લીધા.
૧૨૦
ધૂર્ત નાગરિકે પહેલાં ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી, કાકડીને એઠી કરી નાંખી પછી કહે, "લો ભાઈ મેં તમારી બધી કાકડી ખાઈ લીધી છે." ખેડૂતે કહ્યું એમ ન ચાલે. ત્યારે નાગરિક ગ્રાહકોને બોલાવી લાવ્યો. ગ્રાહકોએ કહ્યું બધી કાકડી ખાધેલી છે માટે અમે નહીં લઈએ.
નાગરિકે ખેડૂતને કહ્યું– મારી શરત પ્રમાણે તમે મને લાડુ આપી દો. પહેલાએ કહ્યું– તને હું એક બે, ત્રણ, ચાર, પાંચ રૂપિયા આપું છેવટે વધતાં વધતાં સો રૂપિયા આપું એમ કહ્યું પણ ધૂર્ત નાગરિક માન્યો નહીં, તેણે કહ્યું મને શરત પ્રમાણે લાડુ જ જોઈએ. ખેડૂતે કહ્યું– ત્રણ દિવસમાં હું તમારી શરત પૂર્ણ કરીશ.
ત્રણ દિવસમાં ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહેવા મુજબ ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી, પછી એ લાડવાને તેણે નગરના દરવાજા પાસે રાખીને કહ્યું– લાડુ ! તું દરવાજાની બહાર ચાલ્યો જા. પણ લાડવો ત્યાંથી ખસ્યો નહીં.
ખેડૂતે ધૂર્ત નાગરિકને કહ્યું– મેં તમને દરવાજાની બહાર ન જઈ શકે એવો લાડવો આપી દીધો છે. સાક્ષીમાં રહેલા લોકોએ કહ્યું– બરાબર છે. બન્નેની શરત પૂર્ણ થઈ ગઈ. અહીં ધૂર્તની ઔત્પાતિકી બુદ્ધિથી કાર્ય પૂર્ણ થયું.
(૩) વૃક્ષ :– કોઈ એક સમયે થોડાક યાત્રિકો એક સ્થાનથી બીજા સ્થાને જતાં રસ્તામાં એક સઘન આંબાના વૃક્ષ નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી કેરીઓ જોઈને તેઓના મોઢામાં પાણી આવી ગયું. તેઓ કેરી લેવાનો ઉપાય શોધવા લાગ્યા.
આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. અંતે એક ઔત્પાતિકી બુદ્ધિમાને કહ્યું– પથ્થર લઈને વાંદરાઓ તરફ ફેંકો. વાંદરાઓ ચંચળ અને નકલ કરનારા હોય છે તેથી તે પથ્થરના બદલે કેરીઓ ફેંકશે. તેની સલાહ પ્રમાણે કરતાં વાંદરાઓ પથ્થરોને બદલે પાકી કેરીઓ તોડી તોડીને તેઓની તરફ ફેંકવા લાગ્યા. પચિકોને તો કેરી જ જોઈતી હતી. તેઓએ પેટ ભરીને કેરી ખાધી પછી ત્યાંથી રવાના થઈ ગયા.
(૪) ખુફુગ (વીંટી) – રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાએ પોતાની ન્યાયપ્રિયતા અને બુદ્ધિબળથી સમસ્ત શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તે નિષ્કંટક રાજ્ય કરી રહ્યા હતા. તે પ્રતાપી રાજાને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો અને તે રાજાનો પ્રેમ પાત્ર હતો.
રાજા પ્રગટ રૂપે તેના પર પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. રાજાને ડર હતો કે પિતાનો પ્રેમ પાત્ર જાણીને તેના બીજા ભાઈઓ ઈર્ષ્યાવશ શ્રેણિકને મારી ન નાંખે તેની ખાત્રી શું ? પરંતુ શ્રેણિક બુદ્ધિમાન