Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૦ ]
શ્રી નંદી સૂત્ર
શબ્દાર્થ - અપરિસિદ્ધ = પ્રથમ સમય સિવાય શેષ સમયના સિદ્ધ, કુલના સિદ્ધા = દ્વિસમયના સિદ્ધ. ભાવાર્થ :- પ્રશ્ન- તે પરંપરસિદ્ધ કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર-પરંપરસિદ્ધ કેવળજ્ઞાનના અનેક પ્રકાર છે, જેમ કે– અપ્રથમસમયસિદ્ધ, અર્થાત્ પહેલા સમયને છોડી શેષ સમયના સિદ્ધ, ક્રિસમયસિદ્ધ અર્થાત્ જેનો સિદ્ધ થયાનો બીજો સમય છે. ત્રિસમયસિદ્ધ, ચારસમયસિદ્ધ, આગળ વધતાં યાવતું દસમયસિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાતસમયસિદ્ધ અને અનંતસમયસિદ્ધ. આ પ્રમાણે પરંપરસિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન છે. તાત્પર્ય એ છે કે પરંપરસિદ્ધોના સૂત્રોક્ત ભેદોના અનુરૂપ જ કેવળજ્ઞાનના ભેદો થાય છે. આ પ્રકારે સિદ્ધ કેવળજ્ઞાનનું વર્ણન છે.
વિવેચન :
સિદ્ધોના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની ભિન્નતા અર્થાત્ તરતમતા નથી. સિદ્ધોમાં જે ભેદો બતાવેલ છે તે પૂર્વોપાધિ અને કાળની અપેક્ષાએ છે. કેવળજ્ઞાનમાં માત્ર સ્વામીની અપેક્ષાએ ભેદ બતાવેલ છે અર્થાત અનંતર સિદ્ધમાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ અને પરંપરસિદ્ધમાં સમયની અપેક્ષાએ ભેદો કહેલ છે. કેવળજ્ઞાનનો વિષય :| ५ |तं समासओ चउव्विहं पण्णत्तं, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। तत्थ दव्वओ णं केवलणाणी सव्वदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं केवलणाणी सव्वं खेत्तं जाणइ पासइ । कालओ णं केवलणाणी सव्वं कालं जाणइ पासइ । भावओ णं केवलणाणी सव्वे भावे जाणइ पासइ । ભાવાર્થ :- સંક્ષેપમાં તેના ચાર પ્રકાર છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વદ્રવ્યોને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી કેવળજ્ઞાની સર્વ લોકાલોક ક્ષેત્રને જાણે છે અને દેખે છે. (૩) કાળથી કેવળજ્ઞાની ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણે ય કાળને જાણે છે અને દેખે છે. (૪) ભાવથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોના સર્વભાવો-પર્યાયોને જાણે છે અને દેખે છે.
વિવેચન :
આ સૂત્રનું તાત્પર્ય મૂળ પાઠ અને ભાવાર્થથી જ સ્પષ્ટ છે કે કેવળજ્ઞાની સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સ્પષ્ટરૂપે જાણે અને જુએ છે.