Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અવધિજ્ઞાન
[ ૬૧ ]
જો કે સમસ્ત અગ્નિકાયના જીવોને કોઈએ કયારે ય આ રીતે ગોઠવ્યા નથી અને ગોઠવી શકે નહીં. આ તો અસત્કલ્પનાથી સમજાવવાની રીત માત્ર છે. સંખ્યાતીત દ્રવ્ય, ક્ષેત્ર, કાળને સમજાવવા માટે અસત્કલ્પનાના દષ્ટાંતો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ છે. તે દષ્ટાંતોથી અગમ્ય–ન સમજી શકાય એવા તત્ત્વો વિષયો પણ સહેલાઈથી સમજી શકાય, માટે શાસ્ત્રકાર એવા દષ્ટાંતો ઠેર ઠેર આપે છે. અલોકાકાશમાં કોઈ મૂર્ત પદાર્થ પણ નથી કે જેને અવધિજ્ઞાની જાણી શકે પરંતુ પરમાવધિજ્ઞાનનું સામર્થ્ય પ્રદર્શિત કરવા માટે તેનો આ ઉત્કૃષ્ટ વિષય બતાવેલ છે. પ્રશ્નઃ-લોક જેટલું ક્ષેત્ર દેખનાર અને અલોક જેટલું ક્ષેત્ર દેખવાની ક્ષમતાવાળા અવધિજ્ઞાનીઓમાં પરસ્પર શું વિશેષતા હોય છે? ઉત્તર :- લોક જેટલું ક્ષેત્ર દેખનાર અવધિજ્ઞાની કરતાં અલોક જેટલું ક્ષેત્ર દેખવાની ક્ષમતાવાળા અવધિજ્ઞાનીનું જ્ઞાન વિશિષ્ટ કે વિશિષ્ટતર હોય છે. તે વધારે સૂક્ષ્મ, સૂક્ષ્મતમ તત્ત્વોને જાણી શકે છે. ભૂત ભવિષ્યકાળની અપેક્ષાએ પણ વધારે જાણે અને પદાર્થોના પર્યાયો પણ વધારે જાણે છે. આમ તેની બહુ વિશેષતાઓ છે. ક્ષયોપશમ પણ તેનો વધારે હોય છે.
અવધિજ્ઞાનનું મધ્યમક્ષેત્ર :का अंगुलमावलियाणं, भागमसंखेज्ज दोसु संखेज्जा ।
अंगुलमावलियतो, आवलिया अंगुलपुहुत्तं ।। શબ્દાર્થ – અંગુત્ત-અંગુલ, સાવલિયાઆવલિકાના, લોલુ = બંનેના, માનવેન્ક = અસંખ્યાતમાં ભાગ, વસુ સવેળા = બંનેના સંખ્યામાં ભાગ,નમાવસિયતો = અંગુલથી કંઈક ન્યૂન હોય તે આવલિકાની અંદર, સાવલયા = પૂર્ણ આવલિકા, મંજુલપુહુર્ત = અનેક અંગુલ. ભાવાર્થ :- જે અવધિજ્ઞાન ક્ષેત્રથી આંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી આંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી આંગુલ પ્રમાણ હોય તે કાળથી આવલિકાથી કંઈક ન્યૂન હોય છે અને જે કાળથી સંપૂર્ણ આવલિકા પ્રમાણ હોય તે ક્ષેત્રથી અનેક આંગુલ પ્રમાણ હોય છે.
। हत्थम्मि मुहुत्तंतो, दिवसंतो गाउयम्मि बोद्धव्यो । १०
__ जोयण दिवसपुहुत्तं, पक्खंतो पण्णवीसाओ ।। શબ્દાર્થ – દગ્નિ = જો ક્ષેત્રથી એક હાથ પ્રમાણમાં, મુહુરંત = અંતર્મુહૂર્ત, હિવતો = દિવસથી કંઈક ન્યૂન, સન્મ = એક કોશમાં, વોલ્વો = એમ જાણવું, ગોળ = એક જોજન, લિવરદત્ત = અનેક(બે–ચાર) દિવસ, પfeતો = કિંચિત્ ન્યૂન એક પક્ષ, પUવતાઓ= પચ્ચીસ જોજન.