Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અવધિજ્ઞાન
|
૩
|
ભાવાર્થ :- અવધિજ્ઞાનીના કાળની વૃદ્ધિ થવા પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની અવશ્ય વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના હોય છે અર્થાત્ કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવા પર ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય કે ન પણ થાય. ४ सुहुमो य होइ कालो, तत्तो सुहुमयरं हवइ खेत्तं ।
अंगुलसेढीमित्ते ओसप्पिणीओ असंखेज्जा ॥ से तं वड्डमाणयं ओहिणाणं । શબ્દાર્થ - સુહુનો ૩ રોફ વાતો = કાળ સૂક્ષ્મ હોય છે, તો વેત્ત = કાળથી ક્ષેત્ર, સુહુમાં = સૂક્ષ્મતર, દવ = હોય છે, પુલહનને = અંગુલ માત્ર શ્રેણી રૂપ ક્ષેત્રમાં, અસહિષ્કા = અસંખ્યાત ગોળો = અવસર્પિણીઓ.
ભાવાર્થ - કાળ સૂક્ષ્મ છે પરંતુ ક્ષેત્ર, કાળથી સૂક્ષ્મતર છે કેમ કે એક અંગુલ પ્રમાણ શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશો અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા હોય છે અર્થાત્ અસંખ્યાત કાળ ચક્ર તેની ગણતરીમાં થાય છે. આ રીતે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન છે.
વિવેચન :
ક્ષેત્ર અને કાળમાં કોણ કોનાથી સૂક્ષ્મ છે એ વાત સૂત્રકાર અહીં બતાવે છે. કાળ સૂક્ષ્મ છે પણ તે ક્ષેત્રની અપેક્ષાએ સ્કૂલ છે. ક્ષેત્ર કાળની અપેક્ષાએ સૂમ છે. કેમ કે અંગુલ પ્રમાણ આકાશ શ્રેણીમાં આકાશ પ્રદેશ એટલા છે કે જો તે પ્રદેશોનું પ્રતિસમયે અપહરણ કરવામાં અર્થાત્ કાઢવામાં આવે તો તેને નિર્લેપ થવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ વ્યતીત થઈ જાય છે. તેનાથી દ્રવ્ય સૂક્ષ્મતમ છે કારણ કે ક્ષેત્રના દરેક આકાશ પ્રદેશ પર અનંતપ્રદેશી અનંતસ્કંધ અવસ્થિત છે. દ્રવ્યની અપેક્ષાએ ભાવ સૂક્ષ્મ છે, કેમ કે તેના સ્કંધોમાં અનંત પરમાણુઓ છે અને તે પ્રત્યેક પરમાણુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની અપેક્ષાએ અનંત પર્યાયથી યુક્ત હોય છે. આ રીતે કાળ, ક્ષેત્ર, દ્રવ્ય અને ભાવ ક્રમશઃ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે.
અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જ જાણી શકે છે, અરૂપીને તે ન જાણી શકે; માટે મૂળ પાઠમાં જ્યાં ક્ષેત્ર અને કાળને જાણવાનું કહેલ છે ત્યાં એટલા ક્ષેત્ર અને કાળમાં અવસ્થિત રૂપી દ્રવ્યો સમજવાના છે કારણ કે ક્ષેત્ર અને કાળ અરૂપી છે.
પરમાવધિજ્ઞાન પરમાણુને પણ જાણી શકે છે. તે કેવળજ્ઞાન થવાના અંતર્મુહૂર્ત પહેલાં ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના વિષયનું કથન શાસ્ત્રકારે ક્ષેત્ર અને કાળના સંબંધના માધ્યમથી કર્યું છે.