Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કેવળજ્ઞાન
**
તેના કેવળજ્ઞાનને સિદ્ધ કેવળજ્ઞાન કહે છે.
સયોગી :– ભવસ્થ કેવળજ્ઞાનના બે ભેદ છે (૧) સયોગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અયોગીભવસ્થ કેવળ જ્ઞાન. આત્મિકશક્તિથી આત્મપ્રદેશોમાં પરિસ્પંદન થાય છે. તેનાથી મન, વચન અને કાયામાં જે વ્યાપાર થાય છે તેને યોગ કહેવાય છે. તે યોગ પહેલા ગુણસ્થાનથી તેરમા ગુણસ્થાન સુધી હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં યોગોનું નિરૂધન થવાથી જીવ અયોગી કહે છે. આધ્યાત્મિક વિકાસના ચૌદ સ્થાન- સ્ટેજ છે, તેને ગુણસ્થાન કહે છે. બારમા ગુણસ્થાનમાં વીતરાગ દશા ઉત્પન્ન થઈ જાય છે તો પણ તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાનમાં પ્રવેશના પ્રથમ સમયે જ ઉત્પન્ન થાય છે માટે તેના જ્ઞાનને પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહે છે. જેને તેરમા ગુણસ્થાનમાં રહેતા અનેક સમય થઈ ગયા હોય તેના જ્ઞાનને અપ્રથમ સમયવર્તી સયોગી ભવસ્ય કેવળજ્ઞાન કહેવાય છે. તેરમા ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી પહોંચી ગયા હોય તેના જ્ઞાનને ચરમ સમયવર્તી સયોગી ભવસ્ય કેવળજ્ઞાન કહેવાય છે. જે તેરમા ગુણસ્થાનના ચરમ સમય સુધી પહોંચ્યા ન હોય તેના જ્ઞાનને અચરમ સમયવર્તી સૌગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે.
-
અયોગી :યોગ નિરૂધન કર્યા પછી અયોગી આત્માને ચૌદમા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ આત્માને ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યાનો પહેલો જ સમય થયો હોય તેના જ્ઞાનને પ્રથમ સમયવર્તી અયોગી ભવસ્ય કેવળજ્ઞાન કહેવાય છે અને જેને ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો અનેક સમય પસાર થઈ ગયા હોય તેના જ્ઞાનને અપ્રથમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. જેને સિદ્ધ થવામાં એક સમય જ શેષ રહેલ છે તેના જ્ઞાનને ચરમ સમયવર્તી ભવસ્ય અયોગી કેવળજ્ઞાન કહેવાય છે. જેને સિદ્ધ બનવામાં અનેક સમય શેષ છે એવા ચૌદમા ગુણસ્થાનના સ્વામીના જ્ઞાનને અચરમ સમયવર્તી અયોગી મવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે.
ચૌદમા ગુણસ્થાનની સ્થિતિ અ, ઈ, ઉ, TM, ધૃ આ પાંચ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે એટલી જ છે, ચૌદમા ગુજસ્થાનને બીજા શબ્દોમાં કહીએ તો, શૈલેષી અવસ્થા પણ કહેવાય છે.
જે આઠ કર્મોથી સર્વથા વિમુક્ત થઈ જાય તેને સિદ્ધ કહેવાય છે. અજર, અમર, અવિનાશી, પરબ્રહ્મ, પરમાત્મા અને સિદ્ધ એવા પર્યાયવાચી તેના અનેક નામો છે. તે સિદ્ધરાશિ રૂપે સર્વે એક છે અને સંખ્યામાં અનંત છે, તેના કેવળજ્ઞાનને સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે.
સિદ્ધ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે– યો ચેન પેન પરિનિષ્ઠિતો, મૈં પુન: સાધનીય स सिद्ध उच्यते अथवा सितं बद्धं ध्यातं भस्मीकृतमष्टप्रकारं कर्म येन स सिद्धः, सकलकर्मविनिर्मुक्तो मुक्तावस्थामुपगत इत्यर्थः
આ વ્યુત્પતિનો ભાવ એ છે કે જે આત્માઓએ આઠ કર્મોને નષ્ટ–ભસ્મીભૂત કરી દીધા છે અથવા જે સકલ કર્મોથી વિમુક્ત થઈ ગયા હોય તેને સિદ્ધ કહેવાય છે. જો કે સિદ્ધ અનેક પ્રકારના થઈ શકે છે, જેમ કે– કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ,