Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૮૦ |
શ્રી નદી સૂત્ર
આ પ્રકારે સૂત્રમાં વિસ્તૃત રીતે મન:પર્યવજ્ઞાનના અધિકારીનું કથન કરવામાં આવ્યું છે. તેનો સંક્ષેપમાં સાર એ છે કે અપ્રમત્ત શ્રમણ-શ્રમણીને એટલે સાતમા ગુણસ્થાનવાળા સાધુ-સાધ્વીને જ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. ઉત્પન્ન થયા પછી છઠ્ઠાથી બારમા ગુણસ્થાનવર્તી પ્રમત્ત કે અપ્રમત્ત બંને પ્રકારના શ્રમણોને મન:પર્યવ જ્ઞાન રહી શકે છે.
અપ્રમત્ત સંયતમાં કષાયના આવેગ, નિદ્રા, વિકથા, શોક, અરતિ, હાસ્ય, ભય, આર્તધ્યાન આદિ અશુભ પરિણામો હોતા નથી. સંયમભાવો સાથે તપ, ત્યાગ, અનુકંપા, સ્વાધ્યાય, ધ્યાનયોગમાં તે એકરસ થઈ જાય છે.
९ जइ अपमत्तसंजय सम्मदिट्टि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, किं इड्डिपत्त अपमत्त संजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, अणिड्डिपत्त अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्ज- वासाउय कम्मभूमिय गब्भवक्कतिय मणुस्साणं ।
[गोयमा!] इड्डिपत्त अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं, णो अणिड्डिपत्त-अपमत्तसंजय सम्मदिट्ठि पज्जत्तग संखेज्जवासाउय कम्मभूमिय गब्भवक्कंतिय मणुस्साणं मणपज्जवणाण समुप्पज्जइ ।
શબ્દાર્થ – પિત્ત = ઋદ્ધિપ્રાપ્ત, કોઈપણ પ્રકારની લબ્ધિથી યુક્ત, પિત્ત = લબ્ધિરહિત.
ભાવાર્થ :- પ્રશ્ન-જો મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે તો શું લબ્ધિધારી અપ્રમત્તસંયત, સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને થાય છે કે લબ્ધિરહિત અપ્રમત્ત સંયત સમ્યગુદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થાય છે?
ઉત્તર હિ ગૌતમ!]લબ્ધિધારી અપ્રમત્તસંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે પણ ઋદ્ધિરહિત અપ્રમત્ત સંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યને ઉત્પન્ન થતું નથી.
વિવેચન :
ત્રઢઢિપ્રાપ્તઃ- જે અપ્રમત્ત આત્માર્થી મુનિવરને અવધિજ્ઞાન, પૂર્વગતજ્ઞાન, આહારકલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, તેજલબ્ધિ, વિદ્યાચરણ, જંઘાચરણ આદિ લબ્ધિઓ પૈકી કોઈ પણ લબ્ધિ હોય તેને ઋદ્ધિપ્રાપ્ત કહેવાય છે.