Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અવધિજ્ઞાન
તથા ચારિત્રની વિશુદ્ધિ આ જ્ઞાનમાં અનિવાર્ય છે. મુળપાઠમાં પહેલાં બે શબ્દોમાં પ્રશસ્ત અધ્યવસાયો અને ચારિત્રની ઉપસ્થિતિ આવશ્યકરૂપે સ્વીકાર કરેલ છે. પછીના બે શબ્દોમાં તે અધ્યવસાયો અને ચારિત્ર પરિણામોની વિશેષ વિશુદ્ધિ સ્વીકારેલી છે. આ ચાર વિશેષણોથી સંપન્ન વ્યક્તિને ચોતરફ અવધિજ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. કેટલીક પ્રતોમાં ત્રીજા શબ્દ"જિસુમન અવસર્સ"ની જગ્યાએ "વિકુમાણસ" એટલો જ પાઠ રહી ગયેલ છે, તે અશુદ્ધ છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર :
जावइया तिसमयाहारगस्स, सुहुमस्स पणगजीवस्स ।
ओगाहणा जहण्णा, ओहीखेत्त जहण्णं तु ॥ શબ્દાર્થ :- તિ= ત્રણ, સમયાહાર = સમયના આહારક, સુહુનસ = સૂક્ષ્મ નામ કર્મોદય વર્તી, પણ નીવર્સી = વનસ્પતિ વિશેષ,નિગોદીયા જીવની, ગાવડ઼ા = જેટલી, પણ = જઘન્ય, દિપા = અવગાહના હોય છે એટલા પ્રમાણમાં, ઓછી = અવધિજ્ઞાનનું ગvખ તુ = જઘન્ય હેત = ક્ષેત્ર છે. ભાવાર્થ :- સૂક્ષ્મ નિગોદમાં જન્મ ગ્રહણ કર્યાને ત્રણ સમય થયા હોય અને જે જીવ આહારક બની ગયા હોય તે સમયે તે જીવની જેટલી ઓછામાં ઓછી અવગાહના હોય છે,(શરીરની લંબાઈ હોય)
૪ઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય છે. વિવેચન :
આગમમાં "Y "શબ્દ લીલફુગ (નિગોદ) માટે આવેલ છે. તેનું શરીર સંસારના સમસ્ત જીવો કરતા નાનું હોય છે. તે સૂક્ષ્મ પનક જીવનું શરીર ત્રીજા સમયે આહાર લીધા પછી જેટલું ક્ષેત્ર અવગાઢ કરે છે એટલું નાનું જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર હોય છે.
નિગોદના બે પ્રકાર છે- (૧) સૂક્ષ્મ (૨) બાદર. પ્રસ્તુત સૂત્રમાં "સૂક્ષ્મનિગોદ" ને ગ્રહણ કરેલ છે. "સુકુમસ વર્ષની વસ" એક શરીરમાં અનંત જીવો હોય તેને સૂમ નિગોદ કહે છે. સૂક્ષ્મ નિગોદના જીવો ચર્મચક્ષુથી દેખાતા નથી. કોઈના મારવાથી તે મરતા નથી. સૂક્ષ્મ નિગોદના એક શરીરમાં રહેતા અનંત જીવો એક અંતર્મુહુર્તથી વધારે આયુષ્ય ભોગવી શકતા નથી, કોઈ કોઈ તો અપર્યાપ્ત અવસ્થામાં જ મરી જાય છે, તો કોઈ પર્યાપ્ત અવસ્થામાં મરે છે.
એક આવલિકા અસંખ્યાત સમયની હોય છે. બસો છપ્પન આવલિકાનો એક સ@ી નાનો ભવ થાય છે. જો નિગોદના જીવો અપર્યાપ્ત અવસ્થામાં સહુથી નાનો ભવ પૂરો કરી નિરંતર કાળ કરતા રહે તો એક મુહૂર્તમાં પપ૩૬ વાર જન્મ મરણ કરે છે, આ અવસ્થામાં જ તે જીવોનો ત્યાં અસંખ્યાત કાળ વીતી જાય છે.
કલ્પના કરવાથી જાણી શકાય છે કે નિગોદના અનંત જીવ પહેલા સમયમાં જ સૂક્ષ્મ શરીરને યોગ્ય પુગલને ગ્રહણ કરી સર્વ બંધ કરે, બીજા સમયમાં દેશબંધ કરે, ત્રીજા સમયમાં શરીર પ્રમાણે