Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શાનના ભેદ પ્રભેદ
च णोइंदियपच्चक्खं च ।
ભાવાર્થ :- પ્રશ્ન:- પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે. ઉત્તર ઃ– પ્રત્યક્ષ જ્ઞાનના બે પ્રકાર છે– (૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ અને (૨) નોઇન્દ્રિય પ્રત્યક્ષ.
વિવેચન :
ઈન્દ્રિયો આત્માની વૈભાવિક પરિણતિ છે. ઇન્દ્રિયના પણ બે ભેદ છે– (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના પણ બે પ્રકાર છે– (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય.
–
૪૭
નિવૃત્તિનો અર્થ છે– રચના. તે બાહ્ય અને આત્યંતરના ભેદથી બે પ્રકારની છે. બાહ્ય નિવૃત્તિ ઈન્દ્રિયના આકારમાં પુદ્ગલોની રચના છે અને આત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિયોના આકારમાં આત્મપ્રદેશોનું સંસ્થાન છે. ઉપકરણનો અર્થ છે– સહાયક અથવા સાધન, બાહ્ય અને આત્યંતર નિવૃત્તિની શક્તિ વિશેષને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. સારાંશ એ છે કે ઈન્દ્રિયની આકૃતિ નિવૃત્તિ છે. તેની વિશિષ્ટ પૌદ્ગલિક શક્તિને ઉપકરણ કહેવાય છે. સર્વ જીવોની દ્રવ્યેન્દ્રિયની બાહ્ય આકૃતિમાં ભિન્નતા જોવા મળે છે પરંતુ આન્વંતર નિવૃત્તિ ઈન્દ્રિય દરેક જીવોની સમાન હોય છે.
પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદમાં કહ્યું છે–
શ્રોત્રેન્દ્રિયનું સંસ્થાન કદંબ પુષ્પ જેવું છે, ચક્ષુરિન્દ્રિયનું સંસ્થાન મસુર અને ચંદ્રની જેમ ગોળ છે, ઘ્રાણેન્દ્રિયનો આકાર અતિમુક્તક પુષ્પ જેવો છે, રસેન્દ્રિયનો આકાર ખુરપા જેવો છે અને સ્પર્શેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો હોય છે, માટે આપ્યંતર નિવૃત્તિ દરેકની સમાન છે. આત્યંતર નિવૃત્તિથી ઉપકરણેન્દ્રિયની શક્તિ વિશિષ્ટ હોય છે.
ભાવેન્દ્રિયના બે પ્રકાર છે– લબ્ધિ અને ઉપયોગ. મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થનારી શક્તિની ઉપલબ્ધિ તે લબ્ધિ કહેવાય છે તથા શબ્દ, રૂપ આદિ વિષયોનો સામાન્ય તથા વિશેષ પ્રકારે જે બોધ થાય છે તે બોધરૂપ વ્યાપારને ઉપયોગ ઈન્દ્રિય કહેવાય છે. ઈન્દ્રિય પ્રત્યક્ષમાં દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારની ઇન્દ્રિય ગ્રહણ થાય છે. એકનો પણ અભાવ હોય તો ઈન્દ્રિય પ્રત્યક્ષની ઉત્પત્તિ થતી નથી.
જો વિય પપ્પા :- આ પદમાં 'જો' શબ્દ સર્વ નિષેધવાચક છે. નોન્દ્રિય એ મનનું નામ છે પણ અહીં આત્મા માટે 'નોલિવ' શબ્દનો પ્રયોગ છે. ઈન્દ્રિય, મન તથા આલોક (પ્રકાશ)આદિ બાહ્ય સાધનોની અપેક્ષા ન રાખતા જેનો સાક્ષાત્ સંબંધ આત્માથી હોય તેને નોન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. મેઃ- આ નિપાત શબ્દ મગધદેશીય છે. જેનો અર્થ "ાથ" થાય છે.
ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનું કથન લૌકિક વ્યવહારની અપેક્ષાએ કરેલ છે, પરમાર્થની અપેક્ષાએ નહીં. કેમ કે લોકમાં એવું કહેવાની પ્રથા છે કે મેં આંખોથી પ્રત્યક્ષ જોયું છે. તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે.