Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જ્ઞાનના ભેદ પ્રભેદ
[ ૪૯ ]
પંચેન્દ્રિય બને છે, તેનાથી ન્યૂન હોય તે ચૌરેન્દ્રિય બને છે. આ રીતે પુણ્ય અને ક્ષયોપશમ ન્યૂન થવાથી તેઈન્દ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિય બને છે. કહેવાનો આશય એ છે કે ક્ષયોપશમ અને પુણ્યની મુખ્યતા હોય ત્યારે ઉત્ક્રમથી ઈન્દ્રિયોની ગણના થાય છે. જ્યારે જાતિની અપેક્ષાએ ગણના કરાય છે ત્યારે પહેલા સ્પર્શન, રસના આદિ ક્રમથી સૂત્રકાર બતાવે છે. પાંચે ય ઈન્દ્રિય અને છઠ્ઠું મન એ શ્રુતજ્ઞાનમાં નિમિત્ત છે પરંતુ શ્રુતજ્ઞાનનું મુખ્ય કારણ શ્રોત્રેન્દ્રિય છે માટે સર્વ પ્રથમ શ્રોત્રેન્દ્રિયનો નિર્દેશ કરેલ છે. નોઈદ્રિય પ્રત્યક્ષના ભેદ :| ५ से किं तं णोइंदिय पच्चक्खं ?
णोइंदियपच्चक्खं तिविहं पण्णत्तं, तं जहा- (१) ओहिणाण पच्चक्खं (२) मणपज्जवणाण पच्चक्खं (३) केवलणाण पच्चक्खं । ભાવાર્થ :- પ્રશ્ન- ઈન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્માથી થનાર નોઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- નોઈદ્રિય પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ પ્રકાર છે– (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (૨) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ.
જ્ઞાન
પ્રત્યક્ષ
પરોક્ષ
ઈન્દ્રિય પ્રત્યક્ષ
નો ઈન્દ્રિય પ્રત્યક્ષ
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
૧. શ્રોતાન્દ્રિય પ્રત્યક્ષ ૨. ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ ૩. ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ ૪. રસનેન્દ્રિય પ્રત્યક્ષ ૫. સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ
૧. અવધિજ્ઞાન ૨. મનઃ પર્યવજ્ઞાન ૩. કેવળજ્ઞાન
ને જ્ઞાનના ભેદ પ્રભેદ સંપૂર્ણ છે