Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્તુતિ ગાથાઓ
સંપત્તિ તેનાં આંગણામાં જ પડી હતી પરંતુ જંબૂકુમારના નમસ્કાર મંત્રના પ્રભાવે તેઓ તે સંપત્તિ લઈ ન શક્યા. જંબૂકુમારે તેઓને પ્રતિબોધિત કર્યા.
૧૯
જે સ્વયં વૈરાગ્યના રંગથી અનુજિત હોય છે, તે બીજાને પોતાના જેવા બનાવી શકે છે. પ્રભવ સ્વામી અને તેના સાથીઓ જંબૂસ્વામીના ઉપદેશથી જંબૂસ્વામીની સાથે જ દીક્ષિત થયા. પ્રભવસ્વામી ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૪૫ વર્ષ દીક્ષિત જીવનમાં રહ્યા. ૧૧ વર્ષ આચાર્યપણે વિચરીને ભગવાન મહાવીરના નિર્વાણથી ૭૫ વર્ષ પછી ૮૬ વર્ષની ઉંમરે સ્વર્ગે પધાર્યા.
(૪) શ્રી પ્રભવસ્વામીના પટ્ટધર શિષ્ય શ્રી શય્યભવસ્વામી હતા. તેઓ ૨૮ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૧ વર્ષ સામાન્ય સાધુ પર્યાયમાં રહ્યા, ૨૩ વર્ષ આચાર્યપણે રહ્યા, બાસઠ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૯૮ વર્ષ પછી સ્વર્ગે પધાર્યા.
(૫-૮) યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલિભદ્ર
२६
जसभद्दं तुंगियं वंदे, संभूयं चेव माढरं । भद्दबाहुं च पाइण्णं, थूलभद्दं च गोयमं ॥
શબ્દાર્થ :- દસમનું તુળિયું - તંગિક ગોત્રીય યશોભદ્રજીને, સંપૂર્વ ચેવ માન્ડર = માઢર ગોત્રીય સંભૂતિ વિજયને, માહું ન પાળ = પ્રાચીન ગોત્રીય ભદ્રબાહુજીને, થૂલમાં = પોયમ - ગૌતમ ગોત્રીય સ્થૂલિભદ્રજીને.
=
:
ભાવાર્થ :- તુંગિક ગોત્રીય યશોભદ્રને, માઢર ગોત્રીય સંભૂતિવિજયને, પ્રાચીન ગોત્રીય ભદ્રબાહુ સ્વામીને અને ગૌતમ ગોત્રીય સ્થૂલિભદ્ર સ્વામીને હું વંદન કરું છું.
વિવેચન :
(૧)
યશોભદ્ર સ્વામી આચાર્ય શ્રી શય્યભવ સ્વામીના પટ્ટધર શિષ્ય હતા. તેઓ ૨૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૪ વર્ષ સંયમ પર્યાયમાં રહ્યા, ૫૦ વર્ષ આચાર્ય પદે રહ્યા. આ રીતે ૮૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. વીર નિર્વાણ પછી ૧૪૮ વર્ષે તેઓ સ્વર્ગે સિધાવ્યા.
(૨) સંભૂતિવિજય અને ભદ્રબાહુ બન્ને યશોભદ્ર સ્વામીના શિષ્ય હતા. સંભૂતિવિજય ૪૨ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૪૦ વર્ષ શ્રુત, સંયમ અને તપની આરાધનામાં વ્યતીત કર્યા, ૮ વર્ષ યુગપ્રવર્તક આચાર્યપણે રહ્યા. ૯૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વીર નિર્વાણ પછી ૧૫૬ વર્ષે તેઓ સ્વર્ગવાસી થયા.
(૩) સંભૂતિ વિજયના ગુરુભાઈ ભદ્રબાહુ ૪૫ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ૧૭ વર્ષ સંયમ પર્યાયનું પાલન કર્યું, ૧૪ વર્ષ યુગપ્રધાન આચાર્યપણે વિચર્યા. તેઓશ્રીએ શ્રુતજ્ઞાનનો અત્યંત પ્રચાર કર્યો. મહારાજા ચંદ્રગુપ્ત તેઓશ્રીના અનન્ય ભક્ત હતા. તેઓનું આયુષ્ય ૭૬ વર્ષનું હતું. વીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષ