Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૬ ]
શ્રી નંદી સૂત્ર
વૈર્યવાન હતા તેમજ જેણે ઉત્તમ વાચક પદને પ્રાપ્ત કર્યું હતું એવા બ્રહ્મક્રીપિક શાખાથી ઉપલક્ષિત શ્રી સિંહ આચાર્યને હું વંદન કરું છું. વિવેચન :
આ ગાથાથી ત્રણ વિષય પ્રગટ થાય છે, જેમ કે– (૧) કાલિકશ્રુતાનુયોગ (૨) બ્રહ્મદ્દીપિક શાખા (૩) ઉત્તમ વાચકપદની પ્રાપ્તિ સૂત્રકારે કાલિક શ્રુતાનુયોગથી તેઓની વિદ્વત્તા સિદ્ધ કરી છે. બ્રહ્મીપિકશાખાથી એમ જાણી શકાય છે કે તે સમયે કેટલાક આચાર્યો તે શાખાથી પ્રસિદ્ધ હતા. વાચકપદની સાથે ઉત્તમ પદ લગાવવાથી એમ સિદ્ધ થાય છે કે તે સમયે અનેક આચાર્યો હોવા છતાં દરેક વાચકોમાં તેઓ પ્રધાન વાચક હતા."ાયતપુરાઆ પદથી એમ સિદ્ધ થાય છે–એ સમયમાં અચલપુર નગર અતિ સુપ્રસિદ્ધ હશે. (ર૦) શ્રી સ્કંદિલાચાર્ય :
। जेसिं इमो अणुओगो, पयरइ अज्जावि अड्ड भरहम्मि ।
- बहुणयर णिग्गय जसे, ते वंदे खदिलायरिए ॥ શબ્દાર્થ - fક્ષ =જેનો, ફ = આ, જુઓ = અનુયોગ, અજ્ઞાવિ આજે પણ, દેવર્ધિગણીના સમયે), અમરમિક = અર્ધ ભરતક્ષેત્રમાં, પથર૬ = પ્રચલિત છે, વહુ = ઘણા, વર= નગરોમાં, જિ -બરે = જેનો યશ વ્યાપ્ત છે એવા, વિલારિક = સ્કંદિલ આચાર્યને.
ભાવાર્થ :- જેનો આ અનુયોગ એટલે સૂત્રાર્થની વાચના આજે પણ (સ્તુતિ કરનાર દેવવાચકના સમયમાં) દક્ષિણાદ્ધ ભરતક્ષેત્રમાં પ્રચલિત છે તેમજ ઘણાં નગરોમાં તેમનો યશ ફેલાયેલો છે, તે સ્કંદિલ આચાર્યને હું વંદન કરું છું. વિવેચન :
આ ગાથામાં મહામનીષી, બહુશ્રુત, યુગપ્રધાન, અનુયોગ પ્રચારક એટલે પ્રધાનપણે સૂત્રાર્થની વાચના પ્રદાતા શ્રી સ્કંદિલ આચાર્યને વંદન કરેલ છે. વર્તમાનમાં જે અર્ધભરત ક્ષેત્રમાં અનુયોગ સૂત્રની સૂત્રાર્થ પરંપરા પ્રચલિત છે, તે તેઓશ્રીના પરિશ્રમનું જ મધુર ફળ છે. તાત્પર્ય એ છે કે તેઓશ્રી પોતાના યુગના પ્રધાન સૂત્રાર્થ વાચના દાતા હતા. (૨૮) શ્રી હિમવંત આચાર્ય :- तत्तो हिमवंत-महंत-विक्कमे, धिइ परक्कममणंते ।
सज्झायमणंतधरे, हिमवंते वंदिमो सिरसा ॥ શબ્દાર્થ -તત્તો = સ્કંદિલ આચાર્ય પછી, હિમવંત હિમવાનની જેમ, મહંત = મહાન,
વિને
a
(૨૮)