Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જ્ઞાનના ભેદ પ્રભેદ
૪૭ |
ત્રીજું પ્રકરણ
આ
જ્ઞાનના ભેદ પ્રભેદ ]
/
//
/
//
ZZZZZZZZZZZZZZZZZZZZZZ Dogoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoxoooooooooooo
પાંચ જ્ઞાન :| १ णाणं पंचविहं पण्णत्तं, तंजहा
(૨) બળવોદિયાળ (૨) સુયUTM (૨) મોહિણાઇ (૪) મગ પન્નવણાઈ (1) દેવતણાઈ ! શબ્દાર્થ :- Mા પંવિાં પાત્ત = જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છે, આમવોદિયા - આભિનિબોધિક જ્ઞાન, સુયત – શ્રુતજ્ઞાન, રિબTS = અવધિજ્ઞાન, માપન્નવણાઈ = મન:પર્યવજ્ઞાન, વોવન= કેવળજ્ઞાન.
ભાવાર્થ :- જ્ઞાનના પાંચ પ્રકાર પ્રતિપાદિત કરેલ છે, જેમ કે– (૧) આભિનિબોધિકજ્ઞાન(મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન.
વિવેચન :
જ્ઞાનઃ- જ્ઞાન મોક્ષનું મુખ્ય અંગ છે. જ્ઞાન અને દર્શન એ આત્માના નિજગુણ છે અર્થાત્ અસાધારણ ગુણ છે. વિશુદ્ધ દશામાં આત્મા પરિપૂર્ણ જ્ઞાતા દષ્ટ હોય છે. જ્ઞાનના પૂર્ણ વિકાસને કેવળજ્ઞાન કહે છે. માટે જ્ઞાનનું અહીં પ્રતિપાદન કરેલ છે.
જ્ઞાન શબ્દનો અર્થ:- જેના દ્વારા તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જણાય તે જ્ઞાન કહેવાય, જે શેયને જાણે છે તે જ્ઞાન કહેવાય અથવા જાણવું તેને જ્ઞાન કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં જ્ઞાન શબ્દની વ્યુત્પત્તિ સાથે અર્થ કર્યો
નિંદીસૂત્રના વૃત્તિકારે જિજ્ઞાસુ આત્માઓને સુગમતાથી બોધની પ્રાપ્તિ થાય એટલા માટે જ્ઞાન શબ્દનો અર્થ આ પ્રમાણે કરેલ છે– "જ્ઞાતિજ્ઞR"અથવા જ્ઞાતે પરિચ્છિતે વક્વને નેતિ જ્ઞાનમ' અર્થાત્ જાણવું તે જ્ઞાન છે અથવા જેના દ્વારા વસ્તુ તત્ત્વ જણાય છે તે જ્ઞાન છે.
સારાંશ એ છે કે આત્માને જ્ઞાનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી તત્ત્વનો જે બોધ થાય તે જ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનાર જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે, તે ક્ષાયિક છે અને