Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી નંદી સૂત્ર
(૧) શૈલ-ધન :- અહીં શૈલનો અભિપ્રાય ગોળ મગ જેવડો ચીકણો પત્થર છે. ઘન એ પુષ્કરાવર્ત મેઘનો સૂચક છે. મગ જેવા ગોળ અને ચીકણા પત્થર પર સાત અહોરાત્ર પર્યંત નિરંતર મૂશળધાર વરસાદ વરસતો રહે તો પણ તે પત્થર અંદરથી ભીંજાતો નથી, એ જ રીતે શૈલઘન જેવા શ્રોતાઓ તીર્થંકર અને શ્રુતકેવળી આદિના ઉપદેશથી પણ સન્માર્ગ પર આવી શકતા નથી, તો પછી આચાર્ય અને મુનિઓના ઉપદેશનો તેના પર શું પ્રભાવ પડે ? તેવા શ્રોતાઓ ગૌશાલક આજીવક અને જમાલીની જેમ દુરાગ્રહી હોય છે. ભગવાન મહાવીર પણ તેઓને સન્માર્ગ પર ન લાવી શક્યા તો પછી બીજાની તો વાત જ શું કરવી ?
(ર) ુડ :- કુડકનો અર્થ છે ઘડો. ઘડા બે પ્રકારના હોય છે. કાચા અને પાકા. અગ્નિથી જેને પકાવેલા નથી એવા કાચા ઘડામાં પાણી ટકી શકતું નથી. એ જ રીતે અબુધ શિષ્યના હૃદયમાં શ્રુતજ્ઞાન ટકી શકતું નથી.
પાકા ઘડા પણ બે પ્રકારના હોય છે– નવા અને જૂના(પુરાણા). એમાં નવા ઘડા શ્રેષ્ઠ છે. નવા ઘડામાં નાખેલું ગરમ પાણી પણ થોડા સમયમાં ઠંડુ બની જાય છે, તેમજ કોઈ વસ્તુ જલ્દી બગડતી નથી. એ જ રીતે લઘુવયમાં દીક્ષિત થયેલ મુનિના હૃદયમાં સીંચેલ સંસ્કાર સુંદર પરિણામ લાવે છે.
જૂના ઘડા પણ બે પ્રકારના છે. એક ઘડો પાણીથી ભરેલો છે ને બીજો ઘડો કોરો છે. ઘડામાં પ્રતિદિન પાણી ભરવાથી તે જૂનો અર્થાત રીઢો થઈ જાય છે. એમ કેટલાક શ્રોતા યુવાવસ્થાથી જ મિથ્યાત્વની કાલિમાથી યુક્ત બની જાય છે. તેને ઉપદેશની કોઈ અસર થતી જ નથી, પણ કોરા ઘડા જેવા શ્રોતાનું હૃદય ઉપદેશ રૂપ પાણીથી ભીંજાય છે.
ગંધયુક્ત ઘડા બે પ્રકારના છે- એક સુગંધિત પદાર્થોથી વાસિત અને બીજો દુર્ગંધત પદાર્થોથી વાસિત. એ જ રીતે શ્રોતા પણ બે પ્રકારના છે. પહેલા પ્રકારના શ્રોતા સમ્યજ્ઞાનાદિ ગુલોથી યુક્ત હોય છે અને બીજા પ્રકારના શ્રોતા ક્રોધાદિ કષાયોથી યુક્ત હોય છે.
અર્થાત્ જે શ્રોતાઓ મિથ્યાત્વ, વિષય, કષાય વગેરે કુસંસ્કારોને છોડી દે છે તે શ્રુતજ્ઞાનના અધિકારી બને છે અને જે કુસંસ્કારને છોડતા નથી, તે શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી.
(૩) પાતળી :- ચાલણીમાં પાણી ભરાઈને તત્કાળ નીકળી જાય છે, એવી જ રીતે જે શ્રોતા ઉપદેશ અને જ્ઞાનને સાંભળીને તુરત જ ભૂલી જાય છે, તે ચાલણી જેવા શ્રોતા છે.
(૪) પરિપૂર્ણ :- સુઘરીનો માળો અથવા ગરણી, જેના વડે દૂધ અને પાણી ગાળવામાં આવે તો તે સારને છોડીને કચરા વગેરેને પોતાનામાં રાખે છે. એ જ રીતે કેટલાક શ્રોતા સારપદાર્થને છોડીને અસારને ગ્રહણ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી.
(૫) ફેંસ :- પક્ષીઓમાં હંસને શ્રેષ્ઠ કહેલ છે. હંસ પ્રાયઃ માનસરોવર અથવા ગંગા આદિ નદીના કિનારા પર રહે છે. હંસની એક વિશેષતા છે કે તે દૂધ મિશ્રિત પાણીમાંથી દૂધના અંશને જ ગ્રહણ કરે છે,