Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અતિ ગાથાઓ.
[ ૯
]
વિવેચન :
પ્રસ્તુત ગાથામાં શ્રી સંઘને સમુદ્રની ઉપમાથી ઉપમિત કરેલ છે. પ્રવાહની વૃદ્ધિ થવાથી જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ શ્રી સંઘરૂપ સમુદ્રમાં પણ ક્ષમા, શ્રદ્ધા, ભક્તિ, સંવેગ, નિર્વેદ આદિ અનેક સગુણોની ભરતી આવે છે. જેમ મગરમચ્છ આદિ જળચર જીવો સમુદ્રમાં વ્યાપ્ત હોય છે, તેમ સંઘ સમુદ્ર પણ સ્વાધ્યાય તથા શુભયોગથી વ્યાપ્ત હોય છે. જેમ સમુદ્ર પોતાની મર્યાદામાં સદા સ્થિર રહે છે, અનેક નદીઓ તેમાં ભળે છે તો પણ તે ખળભળતો નથી, તેમ પરીષહ અને ઉપસર્ગોના પહાડો નડે છે તોપણ સંઘ નિશ્ચલ રહે છે અર્થાત્ પરીષહ અને ઉપસર્ગને પણ પરાજિત કરે છે. જેમ સમુદ્રમાં અસંખ્ય રત્નરાશિ હોય છે તેમ શ્રી સંઘમાં અનેક સગુણ રૂપ રત્ન વિદ્યમાન છે, શ્રી સંઘ આત્મિક ગુણોથી સુશોભિત છે. સમુદ્ર જેમ ચંદ્ર તરફ જાય છે એમ શ્રી સંઘ મોક્ષ તરફ જાય છે. સમુદ્ર જેમ ગંભીર છે એમ શ્રી સંઘ અનંત ગુણો પ્રાપ્ત થવાથી ગંભીર છે. એવા સંઘને આ ગાથામાં ભગવાન શબ્દથી સન્માનિત કરીને સ્તુતિ કરેલ છે.
પ્રસ્તુત ગાથામાં સ્વાધ્યાયને યોગ સાથે પ્રતિપાદિત કરીને શાસ્ત્રકારે સૂચિત કર્યું છે કે સ્વાધ્યાય ચિત્ત અને યોગોની એકાગ્રતાનું એક પ્રબળ સાધન છે તથા તેનાથી ચિત્તની અપ્રશસ્ત વૃત્તિઓનો નિરોધ થાય છે. સંઘને મેરુપર્વતની ઉપમા :
सम्मदसण वरवइर, दढ-रूढ-गाढावगाढपेढस्स । धम्मवर रयणमडिय, चामीयर मेहलागस्स ॥ णियमुसियकणय सिलाय लुज्जलजलंत चित्तकूडस्स । णंदणवण मणहरसुरभि, सीलगंधुद्धमायस्स ॥ जीवदया सुंदर कंदरुद्दरिय, मुणिवर मइंदइण्णस्स । हेउसयधाउपगलंत, रयण दित्तोसहि गुहस्स ॥ संवरवर-जलपगलिय, उज्झरपविरायमाणहारस्स । सावगजण-पउररवंत मोर णच्चंत कुहरस्स ॥ विणयणयपवर मुणिवर फुरंत विज्जुज्जलंत सिहरस्स । विविहगुण कप्परुक्खग, फलभर कुसुमाउलवणस्स ॥ णाणवररयण दिप्पंत, कंतवेरुलिय विमलचूलस्स वंदामि विणयपणओ, संघ-महामंदरगिरिस्स ॥
१२)