Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
"છત્તીસં ૩ત્તરાઈ એ રીતે બહુ વચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયન નિર્યુક્તિકારે પણ ઉત્તરાધ્યયનનો બહુવચનમાં પ્રયોગ કર્યો છે. ઉત્તરાધ્યયનની ચૂર્ણિમાં ૩૬ ઉત્તરાધ્યયનોનો એક શ્રુતસ્કંધ માન્યો છે, તો પણ તેમણે આનું નામ બહુવચનાત્મક માન્યું છે. બહુવચનાત્મક નામથી એમ જ્ઞાન થાય છે કે ઉત્તરાધ્યયન સૂત્ર શ્રેષ્ઠ અધ્યયનોનું સંકલનરૂપ શાસ્ત્ર છે.
અધ્યયનનો અર્થ ભણવું થાય છે. પરંતુ અહીં અધ્યયન શબ્દ અધ્યાયના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. નિયુક્તિ અને શૂર્ણિમાં અધ્યયનનો વિશેષ અર્થ પણ આપવામાં આવ્યો છે, પરંતુ અહીં અધ્યયનથી તેનો અર્થ 'પરિચ્છેદ' સાથે સંબંધિત છે.
ઉત્તરાધ્યયન સૂત્રની રચના અને રચનાકાર :
ઉત્તરાધ્યયનની રચનાની બાબતમાં નિર્યુક્તિ, ચૂર્ણિ અને અન્ય વિદ્વાનોમાં એક મત નથી. નિર્યુક્તિકાર ભદ્રબાહુની દષ્ટિએ ઉત્તરાધ્યયન એક વ્યક્તિની રચના નથી. તેમની દષ્ટિએ ઉત્તરાધ્યયન કર્તુત્વની દષ્ટિએ ચાર વિભાગોમાં વિભક્ત કરી શકાય છે– (૧) અંગ પ્રભવ, (૨) જિનભાષિત, (૩) પ્રત્યેક બુધ્ધ-ભાષિત, (૪) સંવાદ સમુસ્થિત. ઉત્તરાધ્યયનનું બીજું અધ્યયન અંગપ્રભવ છે. તે કર્મપ્રવાહપૂર્વના સત્તરમા પ્રાભૃતથી ઉદ્ધત છે. દશમું અધ્યયન જિનભાષિત છે. આઠમું અધ્યયન પ્રત્યેક બુદ્ધભાષિત છે. નવમું અને ત્રેવીસમું અધ્યયન સંવાદ સમુસ્થિત છે. ઉત્તરાધ્યયનના મૂલપાઠ પર ધ્યાન દેવાથી તેના કર્તુત્વના સંબંધમાં નૂતન ચિંતન કરી શકાય છે.
બીજા અધ્યયનના પ્રારંભમાં આ વાક્ય આવ્યું છે –"સુર્ય ને આ૩ તેણં ભાવ एवमक्खायं इह खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया ।"
સોળમા અધ્યયનના પ્રારંભમાં આ વાક્ય ઉપલબ્ધ છે –
"सुयं मे आउसं । तेणं भगवया एवमक्खायं इह खलु थेरेहिं भगवंतेहिं