Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૪: ઉદ્દેશક્ર-૧૨
[ ૭૭ ] उक्कोसेणं विबारस संवच्छराई। एवं अणुबंधो वि। भवादेसेणंजहण्णेणंदो भवग्गहणाई, उक्कोसेणंअट्ठभवग्गहणाई। कालादेसेणंउवर्जुजऊण भाणियव्वंजावणवमेगमएजहण्णेणं बावीसंवाससहस्साइबारसहिं संवच्छरेहिं अब्भहियाई, उक्कोसेण अट्ठासीईवाससहस्साई अडयालीसाएसंवच्छरेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ - તે બેઇન્દ્રિય જીવો, સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટના ત્રણે ગમક ઔધિક ગમકોની સમાન જાણવા જોઈએ. ત્રણે ગમકોમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. અનુબંધ પણ તે જ પ્રકારે છે. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાલાદેશ બંને સ્થાનોની સ્થિતિ અનુસાર ઉપયોગપૂર્વક જાણવો યાવત્ નવમા ગમકમાં કાલાદેશજઘન્ય બાર વર્ષ અધિક ૨૨,000 વર્ષ અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક–૭ થી ૯ II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બેઇન્દ્રિયોની પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. (૧) અવગાહના :- બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના ૧૨ યોજનની છે. તે કોઇપણ જલજ પ્રાણીની અપેક્ષાએ ઘટિત થાય છે. (૨) દષ્ટિ :- પર્યાપ્ત નામકર્મવાળા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વ હોય, તે અપેક્ષાએ તેમાં સમ્યગુદષ્ટિ કહી છે. કોઈ જીવ સમ્યગુદર્શનનું વમન કરતાં ત્રણ વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તો તેને અપર્યાપ્તાવસ્થામાં સમ્યગદર્શન હોય છે. તે જીવ પર્યાપ્તાવસ્થામાં મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. શેષ ઋદ્ધિ ભાવાર્થથી સ્પષ્ટ છે. (૩) વર્ણવેધ:- ભવાદેશ–૧,૨,૪,૫ મા ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ અને ૩,૬,૭,૮,૯ મા ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. કારણ કે તે ગમતોમાં વિકસેન્દ્રિય જીવોની અથવા પૃથ્વીકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. નવમા ગમકમાં કાલાદેશથી ચાર ભવ બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિના અને ચાર ભવ પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિના થાય. તેથી ૪૮ વર્ષ અધિક ૮૮,૦૦૦ વર્ષ થાય છે. નાણા - બેઇન્દ્રિય જીવો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા- ૯ થાય છે. જઘન્ય ગમકમાં સાત નાણત્તા થાય છે, યથા– (૧) અવગાહના- પ્રથમ ત્રણે ગમકમાં ઉત્કૃષ્ટ બાર યોજનની અવગાહના હોય છે. પરંતુ તે જીવ જઘન્ય સ્થિતિએ મરે ત્યારે તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ જ હોય. (૨) દષ્ટિ-જઘન્ય ત્રણ ગમકોમાં સમ્યગુદષ્ટિનો અભાવ હોય છે કારણ કે જઘન્ય સ્થિતિમાં મરનારા જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે. તે અપર્યાપ્તાવસ્થામાં મરે છે. સાસ્વાદન સમકિત અપર્યાપ્તાવસ્થામાં હોય છે. પરંતુ લબ્ધિ અપર્યાપ્તા જીવોને સાસ્વાદન સમકિત થતું નથી કારણ કે સમકિતી જીવો અપર્યાપ્તાવસ્થામાં મરતા નથી. તેથી જઘન્ય સ્થિતિમાં મરનારા જીવોમાં સમ્યગુદષ્ટિ નથી. (૩) જ્ઞાનજઘન્ય સ્થિતિમાં સમ્યગ્દષ્ટિનો અભાવ હોવાથી જ્ઞાન નથી. તેને બે અજ્ઞાન જ હોય છે. (૪) યોગજઘન્ય સ્થિતિમાં અપર્યાપ્તાવસ્થા જ હોવાથી તેમાં વચનયોગ હોતો નથી. તેને કાયયોગ જ હોય છે. (૫) સ્થિતિ અંતર્મુહૂર્તની. () અધ્યવસાય- અપ્રશસ્ત અને (૭) અનુબંધ – આયુષ્ય અનુસાર હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા–બે :- (૧) આયુષ્ય ૧૨ વર્ષ (૨) અનુબંધ આયુષ્ય પ્રમાણે.