Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક—૨૬ : ઉદ્દેશક-૧
૪૫૧
અબંધક થશે અને ક્ષપકશ્રેણીવાળા હોવાથી ભવિષ્યમાં પણ બાંધશે નહીં. (૩) બાંધ્યુ હતું, બાંધતો નથી, બાંધશે— આ ભંગ દશમા, અગિયારમા ગુણસ્થાનવર્તી ઉપશામક જીવોની અપેક્ષાએ છે. તે જીવો વર્તમાનમાં મોહનીય કર્મના ઉપશામક હોવાથી પાપકર્મનો બંધ કરતા નથી પરંતુ તે જીવો કષાયનો ઉદય થતા ફરી પાપકર્મનો બંધ અવશ્ય કરશે, તેથી આ ભંગ ઘટિત થાય છે. (૪) બાંધ્યુ હતું, બાંધતો નથી, બાંધશે નહીં.— આ ભંગ ક્ષપક શ્રેણીમાં દશમા, બારમા, તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવોને હોય છે. તે જીવો મોહનીયકર્મના ક્ષપક હોવાથી પાપકર્મનો બંધ કરતા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં.
(૯) કષાયમાં ત્રૈકાલિક બંધઃ
१२ सकसायीणं चत्तारि । कोहकसायीणं पढम-बिइया भंगा । एवं माणकसाइयस्स वि, मायाकसाइयस्स वि । लोभकसाइयस्स चत्तारि भंगा ।
ભાવાર્થ:- સકષાયી જીવોમાં ચાર ભંગ, ક્રોધ કષાયી જીવોમાં પ્રથમ બે ભંગ અને માનકષાયી તથા માયાકષાયી જીવોમાં પણ બે ભંગ પ્રાપ્ત થાય છે. લોભકષાયી જીવોમાં ચારે ય ભંગ પ્રાપ્ત થાય છે. १३ अकसायी णं भंते ! जीवे पावं कम्मं किं बंधी, पुच्छा ? गोयमा ! अत्थेगइए बंधी ण बंधइ बंधिस्सइ, अत्थेगइए बंधी ण बंधइ ण बंधिस्सइ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અકષાયી જીવે શું પાપકર્મ બાંધ્યું હતું ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી અને ભવિષ્યમાં બાંધશે અને કોઈ જીવે બાંધ્યું હતું, બાંધતો નથી ભવિષ્યમાં બાંધશે નહીં.(ત્રીજો, ચોથો બે ભંગ પ્રાપ્ત થાય છે.)
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં કષાય દ્વારથી (૧) સકષાયી (૨ થી ૫) ચાર કષાયી (૬) અકષાયી જીવોમાં પાપકર્મ બંધ-અબંધનું નિરૂપણ છે.
સકષાયી– તે જીવોમાં એકથી દશ ગુણસ્થાન હોય છે. તેથી તેમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. પ્રથમ ભંગ અભવીની અપેક્ષાએ તથા નવમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધીના ભવી જીવોની અપેક્ષાએ છે. બીજો ભંગ નવમા ગુણસ્થાનના ચરમ સમય સુધીના મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ છે. ત્રીજો ભંગ દશમા ગુણસ્થાનવર્તી ઉપશમક જીવોની અપેક્ષાએ છે. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે જીવને સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી તે સકષાયી છે પરંતુ સૂક્ષ્મ લોભનો ઉદય મોહનીય કર્મના બંધનું કારણ બનતો નથી. તેથી તે ગુણસ્થાનવર્તી જીવો પાપકર્મના અબંધક હોય છે. તેથી તેમાં ત્રીજો ભંગ ઘટિત થાય છે. ચોથો ભંગ દશમા ગુણસ્થાનવર્તી ક્ષપક જીવોની અપેક્ષાએ છે.
ક્રોધ-માન-માયા :– તેમાં પ્રથમ બે ભંગ હોય છે. તેમાં એકથી નવ ગુણસ્થાન હોય છે. ક્રોધ, માન અને માયાના ઉદયમાં જીવ પાપકર્મના અબંધક હોતા નથી. તે જીવોમાં અંતિમ બે ભંગ ઘટિત થતા નથી. તેથી તેમાં પ્રથમ બે ભંગ હોય છે. પ્રથમ ભંગ અભવીની અપેક્ષાએ અને બીજો ભંગ ભવી જીવોની અપેક્ષાએ હોય છે.
લોભકષાય ઃ— તેમાં એકથી દશ ગુણસ્થાન હોવાથી સકષાયી જીવોની જેમ ચારે ભંગ ઘટિત થાય છે. અકષાયી – અકષાયી જીવોમાં ત્રીજો અને ચોથો બે ભંગ પ્રાપ્ત છે. તે જીવો અકષાયી હોવાથી વર્તમાનમાં