Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૯૪
શ્રી ભગવતી સૂત્ર–૫
શતક-૩૫ : અવાંતર શતક-૧ : ઉદ્દેશક-૩ થી ૧૧
-
અપ્રથમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયોની ઉત્પત્તિ ઃ
| २३ अपढमसमयकडजुम्मकडजुम्मएगिंदिया णं भंते ! कओ उववज्र्ज्जति ? गोयमा ! जहा पढमुद्देसो सोलसहि वि जुम्मेसु तहेव णेयव्वो जाव कलिओगकलिओगत्ताए जाव अतखुत्तो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવત્ ! અપ્રથમ સમયના કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ ઉદ્દેશક અનુસાર આ ઉદ્દેશકમાં પણ સોળ મહાયુગ્મોથી નિરૂપણ કરવું યાવત્ ત્યાં જીવો કલ્યોજ કલ્યોજ રાશિથી યાવત્ અનંત વાર ઉત્પન્ન થયા છે. ।। ઉદ્દેશક— વિવેચન :
અપ્રથમસમય એકેન્દ્રિય– ઉત્પત્તિના પ્રથમ સમયને છોડીને જીવન પર્યંત તે જીવોને અપ્રથમ સમય એકેન્દ્રિય કહેવાય છે. તેમાં પણ ૧૬ મહાયુગ્મના વિશેષણ યુક્ત એકેન્દ્રિયોમાં ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારનું કથન સંપૂર્ણ રીતે ઔઘિક ઉદ્દેશક(પ્રથમ ઉદ્દેશક) અનુસાર કરવું. તેમાં કોઈ પણ વિશેષતા નથી. ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયોની ઉત્પત્તિ :
२४ चरमसमयकडजुम्मकडजुम्मएगिंदिया णं भंते! कओहिंतो उववज्र्ज्जति ? गोयमा ! जहेव पढमउद्देसओ [पढम-समय- उद्देसओ] णवरं- देवा ण उववज्जंति, तेउलेस्साण पुच्छिज्जंति, सेसं तहेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેનું વર્ણન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. પરંતુ અહીં દેવો ઉત્પન્ન થતા નથી તેથી તેજોલેશ્યા વિષયક પ્રશ્ન ન કરવો, શેષ કથન પૂર્વવત્ છે. II ઉદ્દેશક-૪ ॥
વિવેચનઃ
ચરમ સમય એકેન્દ્રિય ઃ– આયુષ્યના ચરમ(છેલ્લા) સમયવર્તી એકેન્દ્રિય જીવોને ચરમ સમય એકેન્દ્રિય કહે છે. તેનું કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. બે બોલમાં તફાવત છે.
તેજોલેશ્યા—દેવોત્પત્તિ ઃ– એકેન્દ્રિયોને તેજોલેશ્યા અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને તે પણ તેજોલેશી દેવોની ઉત્પત્તિની અપેક્ષાએ હોય છે. તેથી જીવનના અંતિમ સમયે તેજોલેશ્યા કે દેવોની ઉત્પત્તિની સંભાવના નથી. સૂત્રકારે ઔઘિક(પ્રથમ) ઉદ્દેશક કરતાં બે બોલમાં વિશેષતા દર્શાવી છે. ઉપલક્ષણથી સ્થિતિ, કાયસ્થિતિ, ઉચ્છ્વાસ અને આહારકમાં પણ તફાવત સમજવો. ચરમ સમયવર્તી જીવોની સ્થિતિ અને કાયસ્થિતિ એક સમયની છે, ચરમ સમયવર્તી જીવો આહારક જ હોય છે અને ઉચ્છવાસક, નિઃશ્વાસક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ જીવ નોઉચ્છવાસક નોનિઃશ્વાસક હોય છે. અચરમ સમય કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય ઃ
२५ अचरमसमय-कडजुम्मकडजुम्म-एगिंदिया णं भंते ! कओ उववज्जंति ?