Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૫૯૮]
શ્રી ભગવતી સૂત્ર-૫
બહુશ્રુત આચાર્ય, આ શતક અને ઉદ્દેશકમાં કંઇક અશુદ્ધિ રહી ગઇ છે,' તેમ જણાવે છે. વાસ્તવમાં આ પાઠોનું રહસ્ય જ્ઞાનીગમ્ય છે. તેથી આ સંસ્કરણમાં આ શતકના આવા સંદેહાત્મક પાઠોને કૌંસમાં આપ્યા છે. સંપૂર્ણ ભવને દર્શાવતા- ૧,૩,૫,૭,૯,૧૧ આ છ ઉદ્દેશકો; પ્રથમ સમયવર્તી જીવને વર્ણવતા૨, ૬, આ બે ઉદ્દેશકો અને ચરમ સમયવર્તી જીવની ઋદ્ધિ પ્રગટ કરતા-૪, ૬, ૧૦ આ ત્રણ ઉદ્દેશકો એક સરખા હોવા જોઈએ. તત્ત્વ કેવળી ગમ્ય.
(ા શતક-૩૫/૧/૩-૧૧ સંપૂર્ણ ) | અવાંતર શતક-૧ સંપૂર્ણ |