Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 664
________________ [ ૦૬ ] શ્રી ભગવતી સૂત્ર-૫ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયોત્પન્ન કૃતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય મહાયુગ્મોના પ્રથમ સમય નામના(૩૫/૧/૨) ઉદ્દેશક અનુસાર છે. અહીં પણ દશ બોલમાં વિશેષતા છે, તે ઉપરાંત અગિયારમી વિશેષતા એ છે કે તે મનયોગી અને વચનયોગી નથી, માત્ર કાયયોગી હોય છે. શેષ કથન બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. I હે ભગવન્! આપ કહો તેમજ છે, આપ કહો છો તેમજ છે . એકેન્દ્રિય મહાયુગ્મોના અગિયાર ઉદ્દેશકની સમાન અહીં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા જોઈએ, પરંતુ ચોથા, આઠમા અને દશમા, આ ત્રણ ઉદ્દેશકોમાં સમ્યકત્વ અને જ્ઞાન ન કહેવા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ર થી ૧૧ સુધીના દશ ઉદ્દેશકોનું અતિદેશાત્મક કથન છે. તેનું વર્ણન એકેન્દ્રિય મહાયુગ્મ શતક–૩પ અનુસાર છે. ઉદ્દેશક-૨ માં પ્રથમ સમય કૃતયુમ કૃતયુમ બેઇન્દ્રિયનું ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારથી વર્ણન છે. તે બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશક સમાન છે. પરંતુ તેના ૧૧ દ્વારમાં વિશેષતા આ પ્રમાણે છે (૧) અવગાહના– તે જીવો પ્રથમ સમયવર્તી હોવાથી તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. (૨) કર્મ બંધ- પ્રથમ સમયે આયુષ્યનો બંધ થતો નથી. (૩) ઉદીરણા આયુષ્યકર્મની ઉદીરણા થતી નથી. (૪) ઉચ્છવાસ-શ્વાસોચ્છવાસની ક્રિયા થતી નથી તેથી તે જીવ નોઉચ્છવાસ નોનિઃશ્વાસક હોય. (૫) બધ– સાત કર્મના બંધક હોય. (૬) યોગ– મનયોગ કે વચન યોગ નથી, એક કાયયોગ હોય છે. (૭) સ્થિતિ- પ્રથમ સમયવર્તીની પૃચ્છા હોવાથી સ્થિતિ એક સમયની છે. (૮) કાયસ્થિતિ- તે અવસ્થા એક સમયની છે તેથી કાયસ્થિતિ પણ એક જ સમયની હોય છે. (૯) સમુઘાત- વેદનીય અને કષાય બે સમુદ્ધાત છે. પ્રથમ સમયવર્તી જીવો મારણાંતિક સમુદ્યાત કરતા નથી. ૧૦) મરણ– મૃત્યુ થતું નથી. (૧૧) ઉદ્વર્તન થતું નથી. ઉદ્દેશક- ત્રીજા થી ૧૧ સુધીના ઉદ્દેશકનું વર્ણન શતક ૩પના પ્રથમ અવાંતર શતકના ૩ થી ૧૧ સુધીના ઉદ્દેશક પ્રમાણે છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પણ આ જ ૧૧ બોલની વિશેષતા હોય છે. વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમકિત હોય છે. ઉદ્દેશક-૪,૮,૧૦માં ચરમ જીવોનું કથન હોવાથી તેમાં સમ્યગ્દષ્ટિ અને જ્ઞાન હોતા નથી. આ રીતે ૧દયુગ્મોમાં પણ ૩૩દ્વારનું કથન અગિયારે ય ઉદ્દેશકોમાં છે. ઉદ્દેશક-૨, દનું વર્ણન સમાન છે; ઉદ્દેશક-૪,૮,૧૦નું વર્ણન સમાન છે અને ઉદ્દેશક-૧,૩,૫,૭,૯ અને ૧૧નું વર્ણન સમાન છે. ( શતક-૩૬૧/ર-૧૧ સંપૂર્ણ ) | | અવાન્તર શતક-૧ સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731