Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૬૪૬
શ્રી ભગવતી સૂત્ર-૫
સૂત્ર-ઉપસંહાર
શતક, ઉદ્દેશક, પદ આદિ:| १ सव्वाए भगवईए अट्ठतीसंसयंसयाणं, उद्देसगाणं एगूणविसतिसयाणि पंचविसति માિાિ
चुलसीइ सयसहस्सा, पयाण पवरवरणाणदसीहिं। भावाभावमणंता, पण्णत्ता एत्थमगम्मि ॥१॥ तवणियमविणयवेलो, जयइ सदाणाणविमलविउलजलो।
हेउसयविउलवेगो संघसमुद्दो गुणविसालो ॥२॥ ભાવાર્થ:- ભગવતી સૂત્રના સર્વે મળીને ૧૩૮ શતક છે અને ૧૯૨૫ ઉદ્દેશકો છે.
શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનના ધારક મહાપુરુષોએ આ અંગના ૮૪ લાખ ઉત્તમ પદ કહ્યા છે. જે વિધિ અને નિષેધ રૂપ અનંત (અપરિમિત) ભાવોથી યુક્ત છે. // ૧ //
જેની તપનિયમ અને વિજય રૂપ વેલા છે તથા જેમાં નિર્મલ અને વિપુલ જ્ઞાન રૂપી જલ ભર્યું છે, જે સેંકડો હેતુ રૂપ મહાન વેગવંત છે, જે ગુણોથી વિશાળ છે, તે સંઘરૂપી સમુદ્ર જયને પ્રાપ્ત કરે. // ૨ / વિવેચન :
પ્રસ્તુત ઉપસંહાર રૂપ બે ગાથામાં સંપૂર્ણ ભગવતી સૂત્રના શતક, ઉદ્દેશક અને પદના પરિમાણ સાથે શ્રી સંઘની પ્રશસ્તિ છે. શતકોનું પરિમાણ :- ૧ થી ૩ર શતકમાં અવાન્તર શતક નથી. ૩૩ થી ૩૯ તે સાત શતકમાં પ્રત્યેકના ૧૨-૧૨ અવાન્તર શતક છે. આ રીતે ૧૨૪૭ = ૮૪ શતક થાય છે. ૪૦ મા શતકમાં ૨૧ અવાન્તર શતક છે, ૪૧ મા શતકમાં અવાન્તર શતક નથી. આ રીતે ૩૨+૮૪+૨૧+૧ = ૧૩૮ શતક થાય છે. ૧ થી ૪૧ શતકના સર્વ મળીને ૧૯૨૫ ઉદેશકો થાય છે. ઉદ્દેશકોનું પરિમાણ :- ૧ થી ૮ શતકના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૮×૧૦ = ૮૦. શતક-૯,૧૦ના ૩૪-૩૪ ઉદ્દેશકો છે તેથી ૨૪૩૪ = ૬૮. શતક–૧૧ના ૧૨ ઉદ્દેશકો, શતક-૧૨,૧૩,૧૪ ના ૧૦-૧૦ ઉદ્દેશકો છે તેથી ચારે ય શતકના ૧૨+(૩૪૧૦)૩૦ = ૪૨. શતક–૧૫ના ઉદ્દેશક નથી. શતક–૧ના ૧૪ ઉદ્દેશકો, શતક–૧૭ના ૧૭ ઉદ્દેશકો, શતક–૧૮,૧૯,૨૦ના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી તે પાંચે ય શતકના ૧૪+૧૭+ (૩૪૧૦)૩૦ = ૧. શતક–૨૧ના આઠ વર્ગ છે. એક-એક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૮૪૧૦ = ૮૦ ઉદ્દેશકો, શતક-રરના છ વર્ગ છે. એક-એક વર્ગના ૧૦-૧૦ ઉદ્દેશકો છે. તેથી ૬૪૧૦ = 0 ઉદ્દેશકો,