Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૪૧
[
૩૧]
|
શતક-૪૧ ROORળ પરિચય
આ શતકનું નામ રાશિયમ શતક છે. તેના ૧૯૬ ઉદ્દેશક છે. તેમાં ચાર પ્રકારના રાશિયમનું કથન કરીને ૨૪ દંડકના જીવોમાં ઉત્પત્તિ આદિ દ્વારોનું કથન છે. રાશિયુગ્મ કતયુગ્મ નૈરયિકોમાં મનુષ્ય અને તિર્યંચગતિમાંથી ઉત્પત્તિ થાય છે. પરિમાણ- જઘન્ય ૪,૮,૧૨ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિ સાંતર અને નિરંતર, તેમ બંને પ્રકારે થાય છે, સાંતર થાય તો જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અંતરે અને નિરંતર થાય તો જઘન્ય બે સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી થાય છે. જ્યારે તે યુગ્મ કૃતયુગ્મ રાશિ રૂપ હોય ત્યારે ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યો રૂપે હોતા નથી. કારણ કે એક સમયમાં કોઈ પણ એક જ યુગ્મ હોય છે. તે જીવ આત્મ ઋદ્ધિ, આત્મકર્મ, આત્મપ્રભાવથી કૂદતા પુરુષની જેમ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે, પર ઋદ્ધિ આદિથી ઉત્પન્ન થતા નથી. નરકમાં તેની ઉત્પત્તિ આત્મ અસંયમથી થાય છે અને અસંયમમાં જ જીવન વ્યતીત કરે છે. તે જીવ લેશી જ રહે છે; તે જ ભવમાં અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકતા નથી. આ જ રીતે ૨૩ દંડકના જીવો અસંયમમાં જીવન વ્યતીત કરે છે તેથી તે અલેશી, અક્રિય થઈને સિદ્ધ થતા નથી. મનુષ્યો અસંયમથી ઉત્પન્ન થાય છે પરંતુ સંયમનો સ્વીકાર કરીને અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકે છે. આ રીતે ચાર યુમના ઔધિક ચાર ઉદ્દેશક થાય છે. પ્રત્યેક યુગ્મમાં છલેશ્યા હોય છે. તેથી છલેશ્યાના ચાર ચાર ઉદ્દેશક થતાં ૬૪૪=૨૪+૪ ઔઘિક= ૨૮ ઉદ્દેશક થાય છે. તે જ રીતે (૧) ભવ સિદ્ધિક (૨) અભવસિદ્ધિક (૩) સમ્યગુદૃષ્ટિ (૪) મિથ્યાષ્ટિ (૫) કૃષ્ણપાક્ષિક (૬) શુક્લપાક્ષિકના ૨૮–૨૮ ઉદ્દેશક થાય. તેથી ૨૮૪૬=૧૮+ ૨૮ ઔઘિકના= ૧૯૬ ઉદ્દેશક થાય છે. જે સ્થાનમાં જે વેશ્યા અને દષ્ટિ હોય તે પ્રમાણે કથન કરવું. ઔધિક, ભવસિદ્ધિક, સમ્યગૃષ્ટિ, શુક્લપાક્ષિકના ઉદ્દેશકોનું કથન એક સમાન છે. અભવ સિદ્ધિક, મિથ્યાદષ્ટિ અને કૃષ્ણપાક્ષિકના ઉદ્દેશકોનું કથન એક સમાન છે. આ રીતે ભગવતી સૂત્રના અંતિમ અને સહુથી વધુ ૧૯૬ ઉદ્દેશકયુક્ત આ શતક પૂર્ણ થાય છે.