Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
Fox
છ OS
શ્રી ભગવતી સૂત્ર–૫
શતક-૩૬ : બેઈન્દ્રિય મહાયુગ્મ
અવાન્તર શતક-૧ ઃ ઉદ્દેશક-૧
KOR YOG
કૃતયુગ્મ મૃતયુગ્મ બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિઃ
१ कडजुम्मकडजुम्मबेइंदिया णं भंते ! कओ उववज्जंति ? गोयमा ! उववाओ जहा वक्कंतीए । परिमाणं सोलस वा संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । अवहारो हा उप्पलुद्देसए । ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं बारस जोयणा । एवं जहा एगिंदियमहाजुम्माणं पढमुद्देसए तहेव, णवरं - तिण्णि लेस्साओ, देवा ण उववज्र्ज्जति । सम्मदिट्ठी वा मिच्छदिट्ठी, जो सम्मामिच्छादिट्ठी । णाणी वा अण्णाणी वा । जो मणजोगी, वयजोगी वा कायजोगी वा ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃતયુગ્મકૃતયુગ્મ બેઈન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિ પદ અનુસાર ઉપપાત જાણવો. પરિમાણ– એક સમયમાં સોળ, સંખ્યાત કે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. તેનો અપહાર ઉત્પલોદ્દેશક(શતક—૧૧/૧) અનુસાર જાણવો. અવગાહના–જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન છે. શેષ વર્ણન એકેન્દ્રિય મહાયુગ્મ રાશિના પ્રથમ ઉદ્દેશકની સમાન જાણવું પરંતુ અહીં ત્રણ લેશ્યા હોય છે અને તે જીવો દેવમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, મિશ્રદષ્ટિ હોતા નથી. તે જ્ઞાની અથવા અજ્ઞાની હોય છે. મનયોગી નથી, વચનયોગી અને કાયયોગી હોય છે.
२. ते णं भंते! कडजुम्मकडजुम्म बेइंदिया कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणं एक्कं समयं, उक्कोसेण संखेज्ज कालं । ठिई जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं बारस संवच्छराई। आहारो णियमंछद्दिसिं । तिण्णि समुग्धाया। सेसंतहेव जाव अणंतखुत्तो । एवं સોળસત્તુ વિ ગુમ્મેસુ ।। સેવ મતે! સેવ મતે ! ॥
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ બેઇન્દ્રિય જીવો કાલની અપેક્ષાએ કેટલા કાલ પર્યંત રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાલ સુધી રહે છે. સ્થિતિજઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર વર્ષ છે. તે નિયમા છ દિશાનો આહાર લે છે. સમુદ્ઘાત–પ્રથમ ત્રણ હોય છે. શેષ કથન કૃતયુગ્મ-મૃતયુગ્મ એકેન્દ્રિય જીવોની સમાન છે યાવત્ તે પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે, ત્યાં સુધી કહેવું. આ રીતે સોળ મહાયુગ્મના સોળ આલાપકથી બેઇન્દ્રિયનું વર્ણન કરવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ।।
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં કૃતયુગ્મ કૃતયુગ્મ સોળ મહાયુગ્મવાળા બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ આદિ ૩૩