________________
[
૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયોત્પન્ન કૃતયુગ્મકૃતયુગ્મ બેઇન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય મહાયુગ્મોના પ્રથમ સમય નામના(૩૫/૧/૨) ઉદ્દેશક અનુસાર છે. અહીં પણ દશ બોલમાં વિશેષતા છે, તે ઉપરાંત અગિયારમી વિશેષતા એ છે કે તે મનયોગી અને વચનયોગી નથી, માત્ર કાયયોગી હોય છે. શેષ કથન બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશક અનુસાર જાણવું. I હે ભગવન્! આપ કહો તેમજ છે, આપ કહો છો તેમજ છે .
એકેન્દ્રિય મહાયુગ્મોના અગિયાર ઉદ્દેશકની સમાન અહીં પણ અગિયાર ઉદ્દેશકો કહેવા જોઈએ, પરંતુ ચોથા, આઠમા અને દશમા, આ ત્રણ ઉદ્દેશકોમાં સમ્યકત્વ અને જ્ઞાન ન કહેવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ર થી ૧૧ સુધીના દશ ઉદ્દેશકોનું અતિદેશાત્મક કથન છે. તેનું વર્ણન એકેન્દ્રિય મહાયુગ્મ શતક–૩પ અનુસાર છે. ઉદ્દેશક-૨ માં પ્રથમ સમય કૃતયુમ કૃતયુમ બેઇન્દ્રિયનું ઉત્પત્તિ આદિ ૩૩ દ્વારથી વર્ણન છે. તે બેઇન્દ્રિયના પ્રથમ ઉદ્દેશક સમાન છે. પરંતુ તેના ૧૧ દ્વારમાં વિશેષતા આ પ્રમાણે છે
(૧) અવગાહના– તે જીવો પ્રથમ સમયવર્તી હોવાથી તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. (૨) કર્મ બંધ- પ્રથમ સમયે આયુષ્યનો બંધ થતો નથી. (૩) ઉદીરણા આયુષ્યકર્મની ઉદીરણા થતી નથી. (૪) ઉચ્છવાસ-શ્વાસોચ્છવાસની ક્રિયા થતી નથી તેથી તે જીવ નોઉચ્છવાસ નોનિઃશ્વાસક હોય. (૫) બધ– સાત કર્મના બંધક હોય. (૬) યોગ– મનયોગ કે વચન યોગ નથી, એક કાયયોગ હોય છે. (૭) સ્થિતિ- પ્રથમ સમયવર્તીની પૃચ્છા હોવાથી સ્થિતિ એક સમયની છે. (૮) કાયસ્થિતિ- તે અવસ્થા એક સમયની છે તેથી કાયસ્થિતિ પણ એક જ સમયની હોય છે. (૯) સમુઘાત- વેદનીય અને કષાય બે સમુદ્ધાત છે. પ્રથમ સમયવર્તી જીવો મારણાંતિક સમુદ્યાત કરતા નથી. ૧૦) મરણ– મૃત્યુ થતું નથી. (૧૧) ઉદ્વર્તન થતું નથી. ઉદ્દેશક- ત્રીજા થી ૧૧ સુધીના ઉદ્દેશકનું વર્ણન શતક ૩પના પ્રથમ અવાંતર શતકના ૩ થી ૧૧ સુધીના ઉદ્દેશક પ્રમાણે છે. છઠ્ઠા ઉદ્દેશકમાં પણ આ જ ૧૧ બોલની વિશેષતા હોય છે. વિકલેન્દ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમકિત હોય છે. ઉદ્દેશક-૪,૮,૧૦માં ચરમ જીવોનું કથન હોવાથી તેમાં સમ્યગ્દષ્ટિ અને જ્ઞાન હોતા નથી. આ રીતે ૧દયુગ્મોમાં પણ ૩૩દ્વારનું કથન અગિયારે ય ઉદ્દેશકોમાં છે. ઉદ્દેશક-૨, દનું વર્ણન સમાન છે; ઉદ્દેશક-૪,૮,૧૦નું વર્ણન સમાન છે અને ઉદ્દેશક-૧,૩,૫,૭,૯ અને ૧૧નું વર્ણન સમાન છે.
( શતક-૩૬૧/ર-૧૧ સંપૂર્ણ ) | | અવાન્તર શતક-૧ સંપૂર્ણ