Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩૦: ૯શક-૨ _.
[ પ૧૯ ]
શતક-૩૦ : ઉદ્દેશક-ર
અનંતરોત્પન્નક જીવોમાં સમવસરણ:| १ अणंतरोववण्णगाणंभंते !णेरइया किं किरियावाई,पुच्छा? गोयमा !किरियावाई वि जाववेणइयवाई वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક નૈરયિકો શું ક્રિયાવાદી છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર-હે ગૌતમ ! ક્રિયાવાદી પણ છે વાવ વિનયવાદી પણ છે. | २ सलेस्सा णं भंते ! अणंतरोववण्णगाणेरइया किं किरियावाई, पुच्छा? गोयमा ! एवं चेव, एवं जहेव पढमुद्देसे णेरइयाणं वत्तव्वया तहेव इह वि भाणियव्वा, णवरं-जं जस्सअस्थिअणंतरोववण्णगाणंणेरड्याणतंतस्सभाणियव्वं। एवंसव्वजीवाणंजाववेमाणियाणं, णवरं- अणंतरोववण्णगाणं जंजहिं अत्थितंतहिं भाणियव्वं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી અનંતરોત્પન્નક નૈરયિકો શું ક્રિયાવાદી છે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે, પરંતુ અનંતરોત્પન્નક નૈરયિકમાં જે-જે બોલનો સંભવ છે, તેનું નિરૂપણ કરવું જોઈએ. આ રીતે સર્વ જીવો યાવતુ વૈમાનિક પર્યત જાણવું. અનંતરોત્પન્નક જીવોમાં જ્યાં જે બોલ હોય, તેનું જ કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનંતરોત્પન્નક જીવોમાં ચાર પ્રકારના સમવસરણનું કથન કર્યું છે.
કોઈપણ સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવને તેની ઉત્પત્તિના પ્રથમ સમયે અનંતરોત્પન્નક કહે છે. ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે જીવ સમકિતી કે મિથ્યાત્વી હોય છે, તેમજ ભિન્ન-ભિન્ન માન્યતાઓના પરિણામ પણ હોય છે. તેથી સૂત્રકારે તેમાં ચાર પ્રકારના સમવસરણનું કથન કર્યું છે. લેશ્યાદિ૧૧ દ્વારના-૪૭ બોલમાંથી ૨૪ દંડકના જીવોમાં જેને જે બોલ પ્રાપ્ત થતા હોય તે પ્રમાણે તેનું કથન ઉદ્દેશક-૧ માં કથિત ઔવિક જીવોના કથનાનુસાર સમજવું. અનંતરોત્પન્નક અવસ્થામાં અલેશી, મિશ્રદષ્ટિ, મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, અકષાયી, મનયોગી, વચનયોગી અયોગી, આ દશ બોલની સંભાવના નથી તેથી તેનું કથન ન કરવું. અનંતરોત્પન્નક જીવોમાં સમવસરણ અને આયુષ્ય બંધ:| ३ किरियावाईणंभते !अणंतरोववण्णगाणेरड्या किंणेरड्याउयंपकरेंत,पुच्छा?गोयमा! णोणेरइयाउयंपकरेति,णो तिरिक्खजोणियाउय, णो मणुस्साउय, णो देवाउयंपकरेति ।