Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत-३४ : वांतर शत-१
| ५६५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ ? एवं खलु गोयमा !मए सत्त सेढीओ पण्णत्ता,तं जहा-उज्जुआयता जावअद्धचक्कवाला। एगओवकाए सेढीए उववज्जमाणेदुसमइएणं विग्गहेणं उववज्जेज्जा, दुहओवंकाए सेढीए उववज्जमाणे जे भविए एगपयरंसि अणुसेटिं उववज्जित्तए सेणं तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा,जे भविए विसेढिं उववज्जित्तए से णंचउसमइएणं विग्गहेणं उववज्जेज्जा । सेतेणद्वेणं गोयमा ! एवं वुच्चइ।
एवं एएणंगमएणं पुरथिमिल्ले चरिमंतेसमोहए दाहिणिल्ले चरिमंते उववाएयव्वो जावसुहुमवणस्सइकाइओपज्जत्तओ सुहुमवणस्सइकाइएसुपज्जत्तएसुचेव । सव्वेसि दुसमइओ तिसमइओचउसमइओ विग्गहो भाणियव्वो। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના પૂર્વી ચરમાત્તથી સમુદ્યાત કરીને, લોકના દક્ષિણી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! તે બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન थाय छे.
प्रश्न- भगवन् ! तेनु शु १२४॥ यावत् यार समयनी विडगतिथी उत्पन्न थाय छ? ઉત્તર- હે ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે, યથા- ઋજુઆયતા યાવત્ અર્ધચક્રવાલ. જો તે એકતોવક્રા શ્રેણીથી ઉત્પન્ન થાય, તો બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. જો ઉભયતોવક્રા શ્રેણીથી કોઈ એક પ્રતરની અનુશ્રેણીથી (દિશામાં) ઉત્પન્ન થાય, તો તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે અને વિશ્રેણીથી (વિદિશામાં) ઉત્પન્ન થાય, તો ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત કથન છે.
આ જ રીતે પૂર્વે ચરમાત્તથી સમુદ્રઘાત કરીને દક્ષિણી ચરમાન્તમાં ઉત્પત્તિ કહેવી જોઈએ યાવતુ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવની ઉત્પત્તિ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવમાં પણ થાય છે. તે સર્વમાં બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિ કહેવી જોઈએ.
२२ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविए लोगस्स पच्चस्थिमिल्ले चरिमते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए सेणं भंते !कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? गोयमा ! एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जेज्जा।
सेकेणटेणं भंते! एवं वुच्चइ ? गोयमा!एवं जहेव पुरिथिमिल्ले चरिमंते समोहया पुरथिमिल्ले चेव चरिमंते उववाइया तहेव पुरथिमिल्ले चरिमंते समोहया पच्चथिमिल्ले चरिमते उववाएयव्वा सव्वे। ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, લોકના પૂર્વી ચરમાન્તથી સમુઘાત કરીને લોકના પશ્ચિમી ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે એક, બે, ત્રણ અથવા ચાર સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.