Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-હ૫: અવાંતર શતક-૧
૫૮૯
જઘન્ય અંતર્મુહૂર્તની જ હોય છે પરંતુ તે જીવોની કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિનું પરિવર્તન એક સમયમાં થઈ શકે છે તેથી જઘન્ય એક સમયની કાયસ્થિતિ ઘટિત થાય છે. (૨૭) સંધ- સામાન્ય રૂપે એકેન્દ્રિયોનું કથન હોવાથી કાય સંવેધનું કથન નથી. કાય સંવેધ પૃથ્વીકાય આદિ જીવવિશેષમાં હોય છે. (૨૮) આહારવ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર, પાંચ દિશાનો અને વ્યાઘાત ન હોય તો છ દિશાનો આહાર કરે. (૨૯) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષ.(સમુચ્ચય એકેન્દ્રિયની અપેક્ષાએ) (૩૦) સમઘાતપ્રથમ ચાર સમુઘાત હોય.(સમુચ્ચય એકેન્દ્રિયની અપેક્ષાએ) (૩૧) મરણ– મારણાંતિક સમુઘાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારના મરણથી મરે. (૩૨) ઉદ્વર્તન- એકેન્દ્રિય જીવો મરીને મનુષ્ય અને તિર્યંચ ગતિમાં જાય. (૩૩) સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ પૂર્વે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય રૂપે અનેક વાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. કૃતયુગ્મભ્યોજ આદિ એકેન્દ્રિયોની ઉત્પત્તિ આદિ - १३ कडजुम्मतेओगएगिदियाणंभंते!कओउववज्जति? गोयमा!उववाओतहेव। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! કૃતયુગ્મવ્યોજ રાશિના એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ઉપપાત પૂર્વવત્ છે. १४ ते णं भंते! जीवा एगसमए णं केवइया उववज्जति ? गोयमा! एगूणवीसा वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति, सेसं जहा कडजुम्मकडजुम्माणं जावअणतखुत्तो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ૧૯, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ છે. કૃતયુગ્મ-કૃતયુગ્મ રાશિ એકેન્દ્રિય અનુસાર યાવત્ પૂર્વે પ્રત્યેક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ કૃતયુગ્મ વ્યોજ એકેન્દ્રિય રૂપે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયા છે; ત્યાં સુધી કહેવું. |१५ कडजुम्म-दावरजुम्म-एगिदिया णं भंते! कओहिंतो उववज्जति ? गोयमा! उववाओ तहेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃતયુગ્મ-દ્વાપરયુગ્મ રાશિના એકેન્દ્રિય જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું. १६ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जंति ? गोयमा! अट्ठारस वा संखेज्जा वा असंखेज्जा वा अणंता वा उववज्जति । सेसंतहेव जाव अणंतखुत्तो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક સમયમાં ૧૮, સંખ્યાત, અસંખ્યાત કે અનંત ઉત્પન્ન થાય છે. શેષ સવે કથન પૂર્વવત્ યાવત્ પૂર્વે અનંત વાર ઉત્પન્ન થયા છે. १७ कडजुम्मकलिओगएगिदियाणंभंते !कओहिंतोउववति?गोयमा !उववाओ तहेव । परिमाणं सत्तरस्स वा संखेज्जा वा असंखेज्जा वा अणता वा सेसंतहेव जाव अणंतखुत्तो।