Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૫૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૫
પરિણામોની વિવિધતાની અપેક્ષાએ તેના કર્મબંધ વિશેષાધિક છે. તેથી તે જીવ તુલ્ય વિશેષાધિકકર્મબંધવાળા કહેવાય છે. (૨) કેટલાક જીવો સમાન આયુષ્યવાળા અને ભિન્ન સમયે ઉત્પન્ન થયેલા હોય છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જ તેને અનંતરોત્પન્નક કહેવાય છે. તેમ છતાં સૂત્રકારે તેની ભિન્ન-ભિન્ન સમયની ઉત્પત્તિનું કથન કર્યું છે તે વિગ્રહગતિની અપેક્ષાએ છે. કોઈ જીવ એક સમયની વિગ્રહગતિથી, કોઈ બે, ત્રણ આદિ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતાં હોય છે. વિગ્રહગતિની વિવિધતા અનુસાર તે જીવોના આયુષ્યના ઉદયમાં અને યોગશક્તિમાં વિષમતા થાય છે. કારણ કે આયુષ્યકર્મનો ઉદય વિગ્રહગતિમાં જ થઈ જાય છે.
એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થતાં જીવો કરતા બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થયેલા જીવોને આયુષ્યનો ઉદય એક સમય પહેલાં થયો હોય છે. પરંતુ તે જીવોને ઉત્પત્તિસ્થાનની પ્રાપ્તિનો સમય એક સમાન છે. તેથી તે બંને પ્રકારના જીવો અનંતરોત્પન્નક કહેવાય છે. તે જીવો એક સાથે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરવા છતાં તેની યોગશક્તિમાં તરતમતા હોય છે; પરિણામે તે જીવોના કર્મબંધમાં વિષમતા થાય છે અને આત્મપરિણામોની અપેક્ષાએ તેમાં વિશેષાધિકતા હોય છે. તેથી તે જીવો વિષમ વિશેષાધિક કર્મબંધ- વાળા કહેવાય છે.
અનંતરોત્પન્નક જીવોમાં ચૌભંગીમાંથી અંતિમ બે વિકલ્પ ઘટિત થતાં નથી. કારણ કે તેમાં વિષમસ્થિતિનો અભાવ હોય છે. ઉત્પત્તિના પ્રથમ સમયે જ તેને અનંતરોત્પન્નક કહેવાય છે, ત્યારપછી તે પરંપરાત્પન્નક બની જાય છે, તેથી અનંતરોત્પન્નક જીવો એક સાથે ઉત્પન્ન થયેલા જ હોય છે.
(ા શતક-૩૪/૧/ર સંપૂર્ણ )
| અષાન્તર શતક-૧ઃ ઉદ્દેશક-૩ | પરંપરાત્પન્નક એકેન્દ્રિય:३९ कइविहाणंभते! परंपरोववण्णगा एगिंदिया पण्णत्ता? गोयमा!पंचविहा परंपरोक वण्णगाएगिदिया पण्णत्ता,तंजहा-पुढविकाइया एवंभेओचउक्कओजाववणस्सइकाइयत्ति। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! પરંપરાત્પન્નક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પરંપરોત્પન્નક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક આદિ પ્રત્યેકના ચાર-ચાર ભેદ એકેન્દ્રિય શતક અનુસાર વનસ્પતિકાયિક પર્યત જાણવા. ४० परंपरोववण्णग-अपज्जतसुहुम पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसेरयणप्पभाए पुढवीए पच्चत्थि मिल्लेचरिमतेअपज्जत्तसुहमपुढविकाइयत्ताएउववज्जित्तए? गोयमा!एवंएएणंअभिलावेणं जहेव पढमो उद्देसओ जावलोगचरिमंतो त्ति । जावભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી ચરમાત્તથી મારણાન્તિક સમુઠ્ઠાત કરીને, રત્નપ્રભાપૃથ્વીના પશ્ચિમી ચરમાત્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ