Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૪૫૪]
શ્રી ભગવતી સૂત્ર-૫
वयजोगी, कायजोगी, सागारोवउत्ते, अणागारोवउत्ते; एएसुसव्वेसुपएसु पढमबिइया भगा भाणियव्वा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! સલેશી નૈરયિક જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ પહેલો અને બીજો ભંગ, આ રીતે કૃષ્ણલેશી, નીલલેશી, કાપોતલેશી, કૃષ્ણપાક્ષિક, શુક્લપાક્ષિક, સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, સમુચ્ચય અજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, આહારસજ્ઞોપયુક્ત થાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત, સવેદક, નપુંસક વેદક, સકષાયી, ક્રોધ કષાયી યાવતુ લોભ કષાયી, સયોગી, મનયોગી વચનયોગી, કાયયોગી, સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત આ સર્વ પદોમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. |१८ एवं असुरकुमारस्स विवत्तव्बया भाणियव्वा,णवरं-तेउलेस्सा,इत्थिवेयगा पुरिस वेयगाय अब्भहिया, णपुंसगवेयगाण भण्णंति, सेसंतंचेव,सव्वत्थ पढमबिइया भंगा। एवं जावथणियकुमारस्स।
__ एवं पुढविकाइयस्स वि, आउकाइयस्स वि जावपंचिंदियतिरिक्खजोणियस्स वि સવ્ય વિપ+વિફા ભII, ઇવર-કસ્સના તેરા, વિઠ્ઠી, , કાળ, વેલો, जोगो य अत्थितंतस्स भाणियव्वं, सेसंतहेव । मणुसस्स जच्चेव जीवपए वत्तव्वया तच्चवणिरवसेसाभाणियव्वा । वाणमंतरस्सजहाअसुरकुमारस्स। जोइसियस्सवेमाणियस्स एवं चेव, णवरं- लेस्साओ जाणियव्वाओ, सेसंतहेव भाणियव्वं । ભાવાર્થ - આ રીતે અસુરકુમારોમાં પણ નરકની સમાન કથન કરવું જોઈએ. પરંતુ તેમાં તેજોલેશ્યા, સ્ત્રીવેદક અને પુરુષવેદક અધિક કહેવા અને નપુંસક વેદક ન કહેવા જોઈએ. શેષ પૂર્વવતું. તેમાં પહેલો અને બીજો બે ભંગ પ્રાપ્ત થાય છે. આ રીતે સ્વનિતકુમાર પર્યત જાણવું.
પૃથ્વીકાયિક, અષ્કાયિક યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી સર્વને પ્રથમ બે ભંગ હોય છે. પરંતુ જે જીવોને જે વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, વેદ અને યોગ હોય, તેમાં તેનું કથન કરવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. મનુષ્યોમાં સમુચ્ચય જીવપદની વક્તવ્યતા અનુસાર સર્વ કથન કરવું જોઈએ. વાણવ્યંતરનું કથન અસુરકુમારની સમાન છે. જ્યોતિષી અને વૈમાનિક પણ આ જ રીતે છે. પરંતુ વેશ્યાઓનું અંતર ઉપયોગ પૂર્વક જાણવું જોઈએ. શેષ કથન અસુરકુમારની જેમ કરવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકાદિ ૨૪ દંડકના જીવોની અપેક્ષાએ બંધ વક્તવ્યતાનું કથન કર્યું છે અને એક મનુષ્યના દંડકને છોડીને શેષ ૨૩ દંડકના જીવો મોહનીયકર્મના ઉપશામક કે ક્ષપક થઈ શકતા નથી. તેથી તેમાં પ્રથમ બે ભંગ જ પ્રાપ્ત થાય છે. મનુષ્યનું સંપૂર્ણ કથન સમુચ્ચય જીવની સમાન છે. મનુષ્યો મોહનીય કર્મના ઉપશામક અને ક્ષપક થઈ શકે છે. તેથી તેમાં ચાર ભંગ હોય છે. ૨૪ દંડકોમાં જે જીવોને જે ઋદ્ધિ હોય તેનું કથન કરવું.