Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૪
O OS
શતક-૨૬ : ઉદ્દેશક-૩
પરંપરોત્પન્નક
શ્રી ભગવતી સૂત્ર–૫
RO YOG
પરંપરોત્પત્રક જીવોનો વૈકાલિક બંધ :
o પરંપરોવવળ ના મતે ! ખેર પાવ વર્માં વિધી, વધર, ધિસ્તર, પુષ્ણ ? गोयमा ! अत्थेगइए पढम बिइया । एवं जहेव पढमो उद्देसओ तहेव परंपरोववण्णएहिं वि उद्देसओ भाणियव्वो णेरइयाओ तहेव णवदंडगसहिओ । अट्ठण्ह वि कम्मप्पगडीणं जा जस्स कम्मस्स वत्तव्वया सा तस्स अहीणमइरित्ता णेयव्वा जाव वेमाणिया अणागारोवउत्ता । ॥ સેવ મતે ! સેવ મતે ! ॥
શબ્દાર્થ:- અહીંળમત્તા = નહીન ન અધિક, અપરિશેષ, સંપૂર્ણ, જેમ છે તેમ.
ભાવાર્થ: :- પ્રશ્ન− હે ભગવન્ ! પરંપરોત્પન્નક નૈરયિક જીવે શું પાપ કર્મ બાંધ્યું હતું, બાંધે છે, બાંધશે ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર− હે ગૌતમ ! કોઈએ બાંધ્યું હતું ઇત્યાદિ પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ. જે રીતે પ્રથમ ઉદ્દેશક કહ્યો, તે જ રીતે પરંપરોત્પન્નક નૈરયિક આદિના વિષયમાં પાપકર્માદિ નવ દંડક સહિત આ ત્રીજો ઉદ્દેશક જાણવો જોઈએ. આઠ કર્મપ્રકૃતિઓમાંથી જેના માટે જે કર્મોના ભંગ સંબંધી વક્તવ્યતા કહી છે, તેના માટે તે કર્મોની વક્તવ્યતા સંપૂર્ણ રીતે તેની સમાન જ કહેવી જોઈએ. આ રીતે અનાકારોપયોગયુક્ત વૈમાનિકો સુધી જાણવું. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચનઃ
પરંપરોત્પન્નક– જે નારક આદિ જીવની ઉત્પત્તિને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા હોય તેને પરંપરોત્પન્નક કહે છે. અર્થાત્ ઉત્પત્તિના બીજા સમયથી જીવન પર્યંતના સમયવર્તી જીવને પરંપરોત્પન્નક કહેવાય છે.
જે રીતે પ્રથમ ઉદ્દેશકમાં નૈરયિક આદિ ૨૪ દંડકના જીવોનું કથન કર્યું, તે જ રીતે ત્રીજો ઉદ્દેશક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવો તેમ ૨૫ આલાપક કહ્યા છે, પરંતુ અહીં ૨૪ દંડકના ૨૪ આલાપકનું જ કથન કરવું. કારણ કે પરંપરોત્પન્નક જીવોમાં સમુચ્ચય જીવોનું કથન હોતું નથી. સમુચ્ચય જીવોમાં અનંતરોત્પન્નક અને પરંપરોત્પન્નક આદિ વિશેષણ હોતા નથી.
|| શતક-ર૬/૩ સંપૂર્ણ ॥