Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
[ પ૧૫ |
तिसुवि समोसरणेसु भयणाए । सुक्कपक्खिया चउसु वि समोसरणेसु भवसिद्धिया,णो अभवसिद्धिया। सम्मदिट्ठीजहाअलेस्सा। मिच्छादिट्ठीजहाकण्हपक्खिया। सम्मामिच्छदिट्ठी दोसुविसमोसरणेसुजहाअलेस्सा। णाणी जावकेवलणाणीभवसिद्धिया,णोअभवसिद्धिया। अण्णाणी जावविभंगणाणीजहा कण्हपक्खिया। सण्णासुचउसुविजहा सलेस्सा । णो सण्णोवउत्ता जहा सम्मदिट्ठी। सवेयगा जावणपुंसगवेयगा जहा सलेस्सा। अवेयगा जहा सम्मदिदी । सकसायी जावलोभकसायी जहा सलेस्सा । अकसायी जहा सम्मदिदी। सजोगी जावकायजोगीजहासलेस्सा। अजोगीजहासम्मदिट्ठी। सागारोवउत्ताअणागारोवउत्ता जहा सलेस्सा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અલેશી ક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક?
ઉત્તર-હે ગૌતમ! ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. આ રીતે કૃષ્ણપાક્ષિક જીવો, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી તે ત્રણ સમવસરણમાં ભવી અને અભવી બંને હોય છે. શુક્લપાક્ષિક જીવો, ચારે સમવસરણમાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. સમ્યગ્દષ્ટિનું કથન અલેશીની સમાન છે.મિથ્યાદષ્ટિનું કથન કૃષ્ણપાક્ષિકની સમાન છે. સમ્યગુમિથ્યાદષ્ટિ જીવો, અજ્ઞાનવાદી અને વિનયવાદી, આ બે સમવસરણમાં ભવસિદ્ધિક છે. જ્ઞાની યાવત કેવલજ્ઞાની જીવો ભવસિદ્ધિક છે, અવ્યવસિદ્ધિક નથી. અજ્ઞાની યાવત વિર્ભાગજ્ઞાની જીવો, કૃષ્ણપાક્ષિક જીવોની સમાન છે. ચાર સંજ્ઞોપયુક્ત જીવોનું નિરૂપણ સલેશી જીવોની સમાન છે. નોસંજ્ઞોપયુક્ત જીવોનું કથન સમ્યગુદૃષ્ટિની સમાન છે. સવેદી યાવત નપુંસકવેદી જીવો સલેશીની સમાન છે અને અવેદી જીવો સમ્યગદષ્ટિની સમાન છે. સકષાયી યાવતું લોભકષાયી જીવો સલેશીની સમાન છે, અકષાયી જીવો સમ્યગુદષ્ટિની સમાન છે. સયોગી થાવત કાયયોગી જીવો સલેશીની સમાન છે. અયોગી જીવો સમ્યગુદષ્ટિની સમાન છે. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત જીવો, સલેશીની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ર૪ દંડકના જીવોમાં વેશ્યાદિ ૧૧ દ્વારના માધ્યમે સમવસરણની અપેક્ષાએ ભવીત્વ અભવીત્વનું નિરૂપણ છે. સમુચ્ચય જીવોના ચાર સમવસરણમાં ભવી-અભવી - ક્રિયાવાદી જીવો સમકિતી હોય છે. તે જીવો અવશ્ય મોક્ષગામી હોય છે. તેથી તે ભવી જ હોય છે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવો મિથ્યાત્વી હોય છે. તેમાં કેટલાક જીવોમાં મોક્ષગમનની યોગ્યતા હોય છે અને કેટલાક જીવોમાં હોતી નથી. તે જીવો ભવી અને અભવી બંને પ્રકારના હોય શકે છે. સમુચ્ચય જીવના વેશ્યાદિ દ્વારમાં ભવી-અભવી –લેશ્યાદિ ૧૧ દ્વારના ૪૭ બોલમાં જે બોલ સમકિતીને જ પ્રાપ્ત થતાં હોય તેમાં ક્રિયાવાદીનું એક જ સમવસરણ હોય છે. તે જીવો ભવી જ હોય છે, યથા- અલેશી, શુક્લપાક્ષિક, સમ્યગુષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, પાંચ જ્ઞાની, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, અકષાયી, અયોગી તે ૧૩ બોલના જીવો એકાંતે ભવી હોય છે.
મિશ્રદષ્ટિમાં અજ્ઞાનવાદી અને વિનયવાદી બે સમવસરણ હોય છે. તેમાં પણ એકાંત ભવી જીવો