Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૩૦: ઉદ્દેશક-૧
૪૯૫
શતક-૩૦: ઉદ્દેશક-૧ RDROજળ સંક્ષિપ્ત સાર છROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ચાર પ્રકારના સમવસરણનું વર્ણન છે. “સમવસરણ” શબ્દ બે અર્થમાં પ્રચલિત છે– (૧) તીર્થકર પ્રભુનું દેશના આપવાનું સ્થાન, તીર્થંકરપ્રભુની ધર્મસભા. (૨) વિવિધ માન્યતાઓ ધરાવતા મતાવલંબીઓ, ભિન્ન-ભિન્ન મંતાતરો.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના બારમા અધ્યયનનું નામ “સમવસરણ” છે. તેમાં અન્યતીર્થિકોના ભિન્ન-ભિન્ન મતો પ્રદર્શિત કર્યા છે. આ ઉદ્દેશકમાં પણ ક્રિયાવાદી આદિ ચાર પ્રકારના સમવસરણ અને તે સમવસરણમાં આયુષ્ય બંધ, ભવીત્વ વગેરેનું કથન છે. ચાર પ્રકારના સમવસરણ:- (૧) કિયાવાદી -ક્રિયાવાદીના બે પ્રકાર છે. (૧) એકાંતે ક્રિયાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્ઞાનની આવશ્યકતા નથી, તેવું માનનારા ક્રિયાવાદી કહેવાય છે. જ્ઞાનનો નિષેધ કરનારા ક્રિયાવાદીઓ મિથ્યાત્વી છે. (૨) કોઈપણ ક્રિયા તેના કર્તા વિના સંભવિત નથી. ક્રિયા કર્તાથી કથંચિત અભિન્ન છે. અપેક્ષાએ ક્રિયાને જ આત્મા કહેવામાં આવે છે. આ રીતે ક્રિયા આત્મા. આત્માના અસ્તિત્વને સ્વીકારે તે ક્રિયાવાદી છે. આ ક્રિયાવાદી સમ્યક્તી છે. પ્રસ્તુતમાં ક્રિયાવાદીથી સમકિતી ક્રિયાવાદીને ગ્રહણ કર્યા છે. તે જીવાદિ તત્ત્વોનો યથાર્થ રીતે સ્વીકાર કરનારા, મોક્ષ માર્ગના આરાધક અને સમ્યગ્દષ્ટિ હોય છે. (૨) અકિયાવાદી - તેના બે પ્રકાર છે– (૧) ક્રિયાનો નિષેધ કરનારા, ક્રિયા વિના એકાંતે(માત્ર) જ્ઞાનથી જ મોક્ષ માનનારા અક્રિયાવાદી છે. (૨) ક્રિયા આત્મા.આત્માના અસ્તિત્વનો સ્વીકાર ન કરનારા અક્રિયાવાદી કહેવાય છે. આ બંને પ્રકારના અક્રિયાવાદીઓ મિથ્યાત્વી છે. (૩) અજ્ઞાનવાદી – અજ્ઞાનને શ્રેષ્ઠ માનનારા, જ્ઞાનનો નિષેધ કરનારા, અજ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવું માનનારા અને જ્ઞાન, ક્રિયા, વિનય વગેરે ગુણોનો નિષેધ કરનારા અજ્ઞાનવાદી કહેવાય છે. તેઓ મિથ્યાત્વી છે. (૪) વિનયવાદી :- એકાંતે (માત્ર) વિનયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવું માનનારા અને જ્ઞાન ક્રિયાનો નિષેધ કરનારા વિનયવાદી કહેવાય છે. તેઓ મિથ્યાત્વી છે.
સૂત્રકૃતાંગ સૂત્રના બારમા અધ્યયનમાં ચાર પ્રકારના મિથ્યાત્વી સમવસરણનું વિશદ વર્ણન છે. પ્રસ્તુતમાં સમકિતી ક્રિયાવાદી સમવસરણનું અને મિથ્યાત્વી અક્રિયાવાદી વગેરે ત્રણ સમવસરણનું, તેમ કુલ ચાર સમવસરણનું કથન છે. ૧૧ દ્વારમાં ચાર સમવસરણ :- ૧૧ દ્વારના ૪૭ બોલમાં જે જે બોલ એકાંત સમકિતીને જ હોય તેમાં ક્રિયાવાદી સમવસરણ હોય છે, યથા– અલેશી, સમ્યગુદષ્ટિ, સમુચ્ચય જ્ઞાની, પાંચ જ્ઞાની, નોસંજ્ઞોપયુક્ત, અવેદી, અકષાયી, અયોગી, આ ૧૨ બોલોમાં અવશ્ય સમકિત હોય છે; તેથી તેમાં એકાંતકિયાવાદી સમવસરણ જ હોય છે.
કષ્ણપાક્ષિક, મિથ્યાદષ્ટિ, સમુચ્ચય અજ્ઞાન, ત્રણ અજ્ઞાન, તે છ બોલોમાં એક મિથ્યાદષ્ટિ હોવાથી ક્રિયાવાદીને છોડીને અંતિમ ત્રણ સમવસરણ હોય છે.
મિશ્ર દષ્ટિમાં અંતિમ બે સમવસરણ અજ્ઞાનવાદી, વિનયવાદી હોય છે. મિશ્રદષ્ટિમાં પરિણામોની