Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૪
૧૫]
સમાન છે પરંતુ યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યોની અવગાહનામાં તફાવત છે. તેને કોષ્ટકમાં જુઓ– યુગલિક તિર્યંચ અને મનુષ્યમાં અવગાહનાનો તફાવત - (વૈમાનિકમાં ઉત્પન્ન થનારા) ગમક
યુગલિક તિર્યંચ–અવગાહના | યુગલિક મનુષ્ય-અવગાહના પહેલા બીજા ગમકમાં જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૬ ગાઉ | જઘન્ય ૧ ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ ત્રીજા ગમકમાં
જઘન્ય અનેક ધનુષ્ય, ઉત્કૃષ્ટ-૬ ગાઉ જઘન્ય, ઉત્કૃષ્ટ-ત્રણ ગાઉ ચોથા ચમકમાં | જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ ૨ ગાઉ | જઘન્ય, ઉત્કૃષ્ટ-એક ગાઉ
૭,૮,૯ ગમકમાં જઘન્ય અનેક ધનુષ, ઉત્કૃષ્ટ દગાઉ | જઘન્ય, ઉત્કૃષ્ટ–ત્રણ ગાઉ - યુગલિક મનુષ્યોમાં તેની અવગાહના સ્થિતિ અનુસાર હોય છે. એક પલ્યોપમની સ્થિતિવાળા યુગલિકોની અવગાહના એક ગાઉની, ત્રણ પલ્યોપમની સ્થિતિવાળાની ત્રણ ગાઉની અવગાહના હોય છે. પરંતુ યુગલિક તિર્યચોમાં તેવું એકાંતે હોતું નથી; તેમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં પણ અનેક ધનુષની જઘન્ય અવગાહના અને મધ્યમ સર્વ અવગાહનાઓ હોઈ શકે છે. સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યોની ઈશાન દેવલોકમાં ઉત્પત્તિ :|१२ ईसाणदेवा णं भंते !कओहिंतो उववज्जति? गोयमा ! ईसाणदेवाणं एस चेव सोहम्मगदेवसरिसावत्तव्वया,णवरं-असंखेज वासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणियस्स जेसु ठाणेसु सोहम्मे उववज्जमाणस्स पलिओवमठिई तेसु ठाणेसुइह साइरेगंपलिओवमं कायव्वं । चउत्थगमे ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेण साइरेगाइंदोगाउयाई, તે તહેવા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઈશાન દેવલોકના દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! ઈશાન દેવોની વક્તવ્યતા, સૌધર્મવિમાનવાસી દેવોની સમાન છે. વિશેષતા ત્યાં જે સ્થાનમાં અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે ત્યાં સાધિક એક પલ્યોપમ જાણવું જોઈએ. ચોથા ગમકમાં અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક બે ગાઉની હોય છે. શેષ કથન સૌધર્મ દેવલોકના દેવો પ્રમાણે છે. १३ असंखेज्जवासाउयसण्णिमणुस्स वितहेव ठिई जहा पंचिंदियतिरिक्खजोणियस्स असंखेज्जवासाउयस्स । ओगाहणा विजेसुठाणेसुगाउयंतेसुठाणेसुइहंसाइरेगंगाउयं સેવંતદેવા ભાવાર્થ:- અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ, અસંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિયતિર્યંચોની સમાન છે, અવગાહના સૌધર્મ દેવલોકના દેવોમાં કહેલ એક ગાઉના સ્થાને સાધિક એક ગાઉની જાણવી જોઈએ. શેષ કથન તિર્યંચ યુગલિકવત્ છે. १४ संखेज्जवासाउयाणंतिरिक्खजोणियाणमणुस्साण यजहेवसोहम्मेसुउववज्जमाणाणं तहेव णिरवसेसंणव विगमगा। णवरं ईसाणठिइंसंवेहं च जाणेज्जा।