Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક—૨૫ : ઉદ્દેશક ૩
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ચતુરસ્ર સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચતુરસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઘનચતુરસ અને પ્રતર ચતુરસ. પ્રતરચતુરસ સંસ્થાનના બે ભેદ છે– ઓજપ્રદેશી અને યુગ્મપ્રદેશી. ઓજ પ્રદેશી પ્રતર ચતુરસ સંસ્થાન જઘન્ય નવ પ્રદેશી અને નવ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી પ્રતર ચતુરસ સંસ્થાન જઘન્ય ચાર પ્રદેશી અને ચાર પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
૨૧૩
ઘન ચતુરસ સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મ પ્રદેશી. ઓજ પ્રદેશી ઘન ચતુરસ સંસ્થાન જઘન્ય ૨૭ પ્રદેશી અને ૨૭ પ્રદેશાવગાઢ હોય છે તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી ઘનચતુરસ સંસ્થાન જઘન્ય અષ્ટ પ્રદેશી અને અષ્ટ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે.
२१ आय णं भंते! संठाणे कइपएसिए कइपएसोगाढे पण्णत्ते ?
નોયના ! આય ન લાગે તિવિષે પળત્તે, તે નહા– પેઢીઆય, પથરાયણ, घणायए । तत्थ णं जे से सेढिआयए से दुविहे पण्णत्ते, तं जहा - ओयपएसिए य जुम्मपए सिए य । तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं तिपएसिए तिपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे ।
तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं दुपएसिए दुपएसोगाढे, उक्कोसेणं अनंत- पएसिए असंखेज्जपएसोगाढे ।
तत्थ णं जे से पयरायए से दुविहे पण्णत्ते, तं जहा - ओयपएसिए य जुम्मपएसिए य । तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं पण्णरसपएसिए पण्णरसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं छप्पएसिए छप्पएसोगाढे, उक्कोसेणं अनंतपएसिए असंखेज्जपएसोगाढे ।
तत्थ णं जे से घणायए से दुविहे पण्णत्ते, तं जहा - ओयपएसिए य जुम्मपएसिए य । तत्थ णं जे से ओयपएसिए से जहण्णेणं पणयालीसपएसिए पणयालीसपएसोगाढे, उक्कोसेणं अणंतपएसिए असंखेज्जपएसोगाढे । तत्थ णं जे से जुम्मपएसिए से जहण्णेणं बारसपएसिए बारसपएसोगाढे, उक्कोसेणं अणतपएसिए असंखेज्जपएसोगाढे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આયત સંસ્થાન કેટલા પ્રદેશી અને કેટલા પ્રદેશાવગાઢ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! આયત સંસ્થાનના ત્રણ પ્રકાર છે, યથા– શ્રેણીઆયત, પ્રતરઆયત અને ઘનઆયત. શ્રેણીઆયત સંસ્થાનના બે ભેદ છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મપ્રદેશી. ઓજપ્રદેશી શ્રેણીઆયત સંસ્થાન જઘન્ય ત્રણ પ્રદેશી અને ત્રણ પ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્ય પ્રદેશાવગાઢ હોય છે. યુગ્મ પ્રદેશી શ્રેણીઆયત સંસ્થાન જઘન્ય દ્વિપ્રદેશી અને દ્વિપ્રદેશાવગાઢ તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશી અને અસંખ્યપ્રદેશાવગાઢ હોય છે.
પ્રતર આયત સંસ્થાનના બે પ્રકાર છે, યથા– ઓજ પ્રદેશી અને યુગ્મપ્રદેશી. ઓજ પ્રદેશી પ્રતર