Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૫
૨૯૧]
શ્વાસોશ્વાસનો સમાવેશ થાય છે. તેમાંથી સંખ્યાત શ્વાસોશ્વાસમાં સંખ્યાત આવલિકાઓ, અસંખ્યાત શ્વાસોશ્વાસમાં અસંખ્યાત આવલિકાઓ થાય છે. અનંત શ્વાસોશ્વાસમાં અનંત આવલિકાઓ થાય છે. તે અપેક્ષાએ સૂત્રકારે અનેક શ્વાસોશ્વાસમાં કદાચિત્ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત આવલિકાઓ કહી છે. આ રીતે અનેક પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી-અવસર્પિણી અને અનેક પગલા પરાવર્તનમાં પણ સમજવું. નિગોદના ભેદ - २८ कइविहाणं भंते !णिगोया पण्णत्ता? गोयमा ! दुविहा णिगोया पण्णत्ता । तं जहा-णिगोयगाय,णिगोयगजीवाय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નિગોદના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!નિગોદના બે પ્રકાર છે, યથા– નિગોદ અને નિગોદ જીવ.
२९ णिगोया णं भंते ! कइविहा पण्णत्ता? गोयमा ! दुविहा पण्णत्ता,तं जहासुहमणिगोया य, बायरणिगोया य । एवं णिगोया भाणियव्वा जहा जीवाभिगमेतहेव णिरवसेसं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નિગોદના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!નિગોદના બે પ્રકાર છે, યથા- સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. આ રીતે જીવાભિગમ સૂત્રાનુસાર તેના સંપૂર્ણ ભેદ-પ્રભેદોનું કથન કરવું જોઈએ. વિવેચન : - નિગોદનું સ્વરૂપ અને પ્રકાર - અનંતકાયિક જીવોના શરીરને નિગોદ' કહે છે અને સાધારણ નામ કર્મનો ઉદય હોય તેવા અનંતકાયિક જીવોને “નિગોદ જીવ' કહે છે.
સાધારણ નામકર્મના ઉદયે તે અનંતજીવોનું એક જ શરીર હોય છે તેમજ તે જીવોની શરીરજન્ય આહારગ્રહણ, શ્વાસોચ્છવાસ આદિ પ્રત્યેક ક્રિયાઓ સાધારણ રૂપે, એક સાથે થાય છે. તે જીવોનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે.
નિગોદ શરીરના બે પ્રકાર છે– સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ નામકર્મના ઉદયે જે જીવોના અસંખ્ય શરીર એકત્રિત થવા છતાં દષ્ટિગોચર ન થાય તેને સૂક્ષ્મ નિગોદ કહે છે. તે જીવો આખા લોકમાં ભરેલા છે. બાદર નામકર્મના ઉદયે જે જીવોના અસંખ્ય શરીર એકત્રિત થાય ત્યારે દષ્ટિગોચર થાય અથવા ન થાય તેને બાદર નિગોદ કહે છે. તે લોકના દેશભાગમાં હોય છે. તેનું વિસ્તૃત વર્ણન જીવાભિગમ સૂત્રમાં છે. ઔદયિકાદિ છ ભાવ:३० कइविहे णं भंते ! णामे पण्णत्ते? गोयमा ! छव्विहे णामे पण्णत्ते, तं जहाओदइए जावसण्णिवाइए।
से किं तं ओदइए णामे ? ओदइए णामे दुविहे पण्णत्ते, तं जहा- उदए य,