Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭.
| ૩૯૯ |
ચારિત્રનું પાલન કરે છે. આટલા દીર્ઘકાલમાં અન્ય અનેક શ્રમણોની પરંપરા ચાલવાથી તેની સંખ્યા નિરંતર વૃદ્ધિ પામે છે. તેથી તે હંમેશાં અનેક હજાર ક્રોડ રહે છે. મહાવિદેહ ક્ષેત્રમાં જિન શાસન શાશ્વત છે.
છેદોપસ્થાપનીય સંયતો પ્રતિપદ્યમાન કદાચિત્ હોય, કદાચિત્ હોતા નથી, જો હોય તો જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ અનેક સો હોય, પૂર્વપ્રતિપન્ન પણ કદાચિતું હોય અને કદાચિત્ ન હોય. જો હોય તો જઘન્ય ૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અનેક સો કોડ હોય છે.
છેદોપસ્થાપનીય ચારિત્ર મહાવિદેહક્ષેત્રમાં તેમજ ભરત અને ઐરાવતક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના શાસનમાં હોતું નથી. પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં જ હોય છે. તેનો વિચ્છેદકાલ અને વિચ્છેદ ક્ષેત્ર અધિક છે તેથી તે સંયતોની સંખ્યા ઉત્કૃષ્ટ સેંકડો ક્રોડ રહે છે, હજારો ક્રોડ થતી નથી.
છેદોપસ્થાપનીય સંયત પૂર્વ પ્રતિપન્ન પણ અશાશ્વત છે તેમ સૂત્રથી સ્પષ્ટ છે. છતાં તેની જઘન્ય સંખ્યા માટે પાઠમાં એક, બે, ત્રણનું કથન ન હોવાથી(પાઠ છૂટી જવાથી) તેનો વિભિન્ન રીતે અર્થ કરવામાં આવે છે. પ્રસ્તુત સંસ્કરણમાં તે પાઠ સુધારીને જઘન્ય એક,બે, ત્રણનો પાઠ રાખ્યો છે.
પરિહાર વિશદ્ધ સયત પણ હંમેશાં હોતા નથી. તે છેદોપસ્થાપનીય સંયતની જેમ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં જ હોય છે. જ્યારે હોય, ત્યારે પ્રતિપદ્યમાન જઘન્ય ૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ અનેક સો હોય છે અને પૂર્વ પ્રતિપન્ન પણ ક્યારેક હોય, ક્યારેક ન હોય, જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્ર કઠિનતમ તપસાધના છે. તેથી તેનો સ્વીકાર કરનારાની સંખ્યા અલ્પ હોય છે. તે ચારિત્રનો એકી સાથે નવ શ્રમણો સ્વીકાર કરે છે તેમ છતાં પ્રતિપદ્યમાનમાં નવા પ્રવેશની અપેક્ષાએ અને પૂર્વ પ્રતિપન્ન મરણ પામી જવાના કારણે જઘન્ય એક, બે, ત્રણ આદિ સંખ્યા ઘટિત થાય છે.
સૂક્ષ્મ સંપરાય સંયતની પ્રતિપધમાન સંખ્યા સૂત્રપાઠથી સ્પષ્ટ છે અને પૂર્વ પ્રતિપન્ન અનેક સો હોય છે, યથા– અનેક જીવોની અપેક્ષાએ પણ સૂક્ષ્મ સંપરાય ચારિત્રની સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે. તેમાં એક સાથે ૧૦૮ જીવો સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પ્રાપ્ત થાય, તે જીવો પોતાની સ્થિતિ પૂર્ણ કરે તે પહેલાં જ અન્ય ૧૦૮ જીવો સૂક્ષ્મ સંપરાય ચારિત્રને પ્રાપ્ત થઈ જાય. આ રીતે અંતર્મુહૂર્તની સ્થિતિમાં તેની સંખ્યા અનેક સો થઈ જાય છે. જ્યારે તે સર્વ જીવો પોતાની સ્થિતિ પૂર્ણ કરી યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી લે ત્યારે એક પણ સૂક્ષ્મ સંપરાય સંયત રહેતા નથી. તેથી તે અશાશ્વત છે.
યથાખ્યાત સયતની પ્રતિપદ્યમાન સંખ્યા અને પૂર્વ પ્રતિપન્ન સંખ્યા ભાવાર્થથી સ્પષ્ટ છે. આ સંયત કેવળીની અપેક્ષાએ શાશ્વત છે. તે સદાય અનેક કરોડની સંખ્યામાં મહાવિદેહ ક્ષેત્રોમાં હોય છે. સંયતોની સંખ્યા :સંયત પ્રતિપદ્યમાન
પૂર્વપ્રતિપન્ન
જઘન્ય | ઉત્કૃષ્ટ | જઘન્ય | ઉત્કૃષ્ટ સામાયિક
x/૧, ૨, ૩ અનેક હજાર | અનેક હજાર ક્રોડ અનેક હજાર ક્રોડ
શાશ્વત શાશ્વત છેદોપસ્થાપનીય
| X/૧, ૨, ૩ અનેક સો |x/૧, ૨, ૩ અનેક સો કરોડ