Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫: ઉદ્દેશક-૭
૪૦૭
() સંકીર્ણ પ્રતિસેવના- નાના ક્ષેત્રમાં અધિક સાધુ-સાધ્વી અને ભિક્ષાચરો ભેગા થઈ જવાથી સંયમમાં જે દોષ લાગે છે. બીજી રીતે શકિત પ્રતિસેવના- ગ્રહણ યોગ્ય આહારમાં કોઈ પણ દોષની શંકા થવા છતાં પણ તેને ગ્રહણ કરવો. (૭) સહસાકાર પ્રતિસેવના- અચાનક, અકસ્માત્ દોષ લાગી જાય તે. જેમ કે વરસાદ સમયે સાવધાની રાખવા છતાં મોઢામાં પાણી ચાલ્યું જાય, શરીરાદિ ભીંજાઇ જાય તે સહસાકાર પ્રતિસેવના છે. (૮) ભય પ્રતિસેવના- સિંહ આદિ કોઈ પણ ઉપદ્રવના ભયથી થતી સંયમ વિરાધના. (૯) પ્રઢેષ પ્રતિસેવના- અન્ય વ્યક્તિ પરના દ્વેષ અથવા ઈર્ષ્યાથી થતી સંયમ વિરાધના. (૧૦) વિમર્શ પ્રતિસેવના- શિષ્યની પરીક્ષા આદિને માટે થતી સંયમ વિરાધના.
આ દશ કારણે સંયમ વિરાધના થાય છે. આલોચનાના સમયે દોષસેવનના કારણને જાણીને, ગુરુ પ્રાયશ્ચિત્ત આપે છે.
ઉપરોક્ત કારણોથી સ્પષ્ટ થાય છે કે સાધક કોઈ પણ પરિસ્થિતિમાં દોષનું સેવન કરે ત્યારે સંયમ દૂષિત થાય છે. તેથી તે આચરણ પ્રતિસેવના(સંયમથી પ્રતિકૂલ આચરણ) કહેવાય છે. આલોચનાના દોષોઃ९९ दस आलोयणादोसा, पण्णत्ता,तंजहा
आकंपइत्ता अणुमाणइत्ता, दिटुंबायरंच सुहुमंवा।
छण्णं सदाउलय, बहुजण अव्वत्त तस्सेवी। ભાવાર્થ - આલોચના સંબંધી દોષોના દશ પ્રકાર છે, યથા– (૧) આકથ્ય, (૨) અનુમાન્ય, (૩) દષ્ટ, (૪) બાદર, (૫) સૂક્ષ્મ, (૬) છત્ર-પ્રછત્ર, (૭) શબ્દાકુલ, (૮) બહુજન, (૯) અવ્યક્ત અને (૧૦) તત્સવી. વિવેચન :આલોચનાનું સ્વરૂપ :- આલોચન એટલે પોતાના દોષોને સમ્યક પ્રકારે જોવું. પોતે જાણતા કે અજાણતા જે દોષોનું સેવન કર્યું હોય તે દોષોને સમ્યક પ્રકારે જોઈને, આચાર્ય અથવા રત્નાધિક શ્રમણ સમક્ષ પ્રગટ કરીને તેનું ઉચિત પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું, તેને આલોચના કહે છે.
પાપની વિશુદ્ધિ માટે આલોચના કરવાની હોય છે. સાધકે કોઈ પણ પ્રકારના ભય, લજ્જા કે માયા કપટના ભાવ વિના દોષોનું યથાર્થ રૂપે, સરળ ભાવે પ્રગટીકરણ કરવું જરૂરી છે. સાધક જો તે પ્રમાણે કરે તો જ તેને તેનો લાભ થાય છે. છદ્મસ્થદશાના કારણે ક્યારેક સાધક યથાર્થ રૂપે આલોચના કરી શકતો નથી. સૂત્રકારે તે આલોચનના દશ દોષ કહ્યા છે.
(૧) પત્ત- આકંપ્યુ. આ શબ્દના બે અર્થ થાય છે– ૧. આoષ્ય-વર્જિતઃ | આચાર્યાદિની સેવા કરીને. સેવા કરવાથી આચાર્યાદિ પ્રસન્ન થશે તો અલ્પ પ્રાયશ્ચિત્ત આપશે; તેમ વિચારી આચાર્યાદિની સેવા કરીને પછી દોષોની આલોચના કરે. ૨. આકંપ્ય– ધ્રુજતા-ધ્રુજતા આલોચના કરે. જેથી ગુરુ સમજે કે આ સાધુ દોષના ઉચ્ચારણ માત્રથી ધ્રુજે છે તો તેના મનમાં દોષ સેવનનો કેટલો ડર કે ખટકારો હશે? તેમ વિચારીને ગુરુ અલ્પ પ્રાયશ્ચિત્ત આપશે. (૨) અજુનાગદત્તા- અનુનય-વિનંતિ કરીને. જેમ કે હું દુર્બલ છું, મને ઓછું પ્રાયશ્ચિત્ત આપો', તેમ અનુનય(વિનંતિ) પૂર્વક આલોચના કરે. (૩) - જે અપરાધને ગુરુદેવે(કે કોઈએ) જોયા હોય, તેની જ આલોચના કરે. કોઈએ ન જોયા હોય