Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૨૫ઃ ઉદ્દેશક-૭.
૩૧
(૧) ઈન્ડરિક - અલ્પકાલીન સામાયિક ચારિત્ર. પ્રથમ અથવા અંતિમ તીર્થંકરના શાસનમાં જઘન્ય સાત દિવસ, ઉત્કૃષ્ટ છ માસ પછી પુનઃ પંચ મહાવ્રત રૂપ છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરાય છે. જ્યાં સુધી છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ ન થાય, ત્યાં સુધીનું તેનું ચારિત્ર ઈત્વરિક સામાયિક ચારિત્ર કહેવાય છે. (૨) વાવ કથિત :- જીવનપર્યતનું સામાયિક ચારિત્ર. મધ્યના બાવીસ તીર્થકરો અને મહાવિદેહ ક્ષેત્રના સર્વ તીર્થકરોના શાસનમાં સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યા પછી પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાતું નથી. તેના જીવન પર્યંતના ચારિત્રને યાવત્કથિત સામાયિક ચારિત્ર કહે છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર:- જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ કરીને મહાવ્રતોનું ઉપસ્થાપન એટલે આરોપણ થાય છે, તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે, આ ચારિત્ર ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં હોય છે, તેના બે ભેદ છે– સાતિચાર અને નિરતિચાર. સાતિચાર :- મહાવ્રતમાં દોષ લગાડનાર સાધુને પ્રાયશ્ચિત્ત રૂપે સંપૂર્ણ દીક્ષા પર્યાયનો છેદ કરીને પુનઃ મહાવ્રતોનું આરોપણ કરાય તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. નિરતિચારઃ-ઇત્વરિક સામાયિક ચારિત્રવાળા સાધુને તેની કાલમર્યાદા પૂર્ણ થતાં પંચ મહાવ્રતનું આરોપણ કરાય અથવા પ્રભુ પાર્શ્વનાથના શાસનના સાધુઓ પ્રભુ મહાવીરના શાસનમાં પ્રવેશ કરે ત્યારે તેમને પંચ મહાવ્રતનું આરોપણ કરાય છે, તેને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. પ્રથમના આ બંને ચારિત્રમાં ૬ થી ૯ ગુણસ્થાન હોય છે. (૩) પરિહાર વિશુદ્ધ ચારિત્ર:- જે ચારિત્રમાં પરિહાર = તપ વિશેષથી કર્મ નિર્જરા રૂપ શુદ્ધિ થાય છે, તેને પરિહાર વિશદ્ધ ચારિત્ર કહે છે. આ ચારિત્રમાં એક પ્રકારની વિશિષ્ટ તપારાધના હોય છે. છેદોપસ્થાપનીય ચારિત્રવાળા જ આ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. તેથી ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસનમાં જ આ ચારિત્ર હોય છે. ચારિત્ર સ્વીકાર વિધિ - જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ અને ઉત્કૃષ્ટ દશપૂર્વના ધારક, વીસ વર્ષની દીક્ષાપર્યાયવાળા સંયમ સ્થવિર નવ સાધુઓનો ગણ, એક સાથે પરિહાર તપ સ્વીકારે છે. તેમાં ચાર સાધુઓ તપ કરે છે, ચાર સાધુઓ તેની આવશ્યક સેવા કરે છે અને એક સાધુ ગણની પ્રમુખતાનો સ્વીકાર કરે છે. છ મહિના પછી સેવા કરનારા તપ કરે, તપ કરનારા સેવા કરે, તેના છ મહિના પૂર્ણ થયા પછી ગણ પ્રમુખ તપ કરે, સાત વ્યક્તિ તેની સેવા કરે અને એક સાધુ ગણ પ્રમુખ બને છે. તેમાં તપ કરનારાને નિર્વિશમાનક અને સેવા કરનારને અને ગણપ્રમુખને નિર્વિષ્ટકાયિક કહે છે. તપસાધના – ઉનાળામાં જઘન્ય એક, મધ્યમ છે અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરે છે. શિયાળામાં જઘન્યબે, મધ્યમ ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ કરે છે. ચોમાસામાં જઘન્ય અટ્ટમ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કરે અને તપના પારણામાં આયંબિલ તપ કરે છે, સેવા કરનારા નિત્ય આયંબિલ કરે છે. ગણ પ્રમુખ પણ નિત્ય આયંબિલ કરે છે. આ સંયતોને આયંબિલ વગેરેથી વધારે તપ કરવો ઐચ્છિક હોય છે. આ રીતે ૧૮ માસનો એક કલ્પ પૂર્ણ થાય. ત્યાર પછી તે સર્વ સાધકો ગચ્છમાં પણ આવી શકે છે અથવા બીજી વાર પણ પુનઃ આ કલ્પ અંગીકાર કરી શકે છે. આ રીતે ઉત્કૃષ્ટ જીવન પર્યત પણ આ ચારિત્રમાં રહી શકે છે.
આ ચારિત્રમાંછડું અને સાતમું બે ગુણસ્થાન હોય છે. સાધ્વીઓ આ ચારિત્રનો સ્વીકાર કરી શકતા નથી. (૪) સૂથમ સપરાય ચારિત્ર:- ઉપરોક્ત ચારિત્રોનું પાલન કરતા જ્યારે મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિનો