Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. (૧) શરીર બકુશ :- શરીરની શોભા વિભૂષાને માટે હાથ, પગ, મુખ આદિ સાફ કરે, આંખ, કાન, નાક આદિનો મેલ દૂર કરે, નખ, કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઇત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. (૨) ઉપકરણ બકશ - સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર ધુએ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીઝાઈનો કરે, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે.
આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્વતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષ્મદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છે
(૧) આભોગ બકુશ- સંયમ વિધિ, શાસ્ત્રાજ્ઞા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. ૨) અનાભોગ બકુશ- જે સંયમ વિધિ કે શાસ્ત્રાજ્ઞાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર કર્યા વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથા પ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. (૩) સંવૃત્ત બકુશ- ગુપ્ત રીતે અથવા છૂપી રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે. (૪) અસંવૃત્ત બકુશ-દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે, તે અસંવૃત્ત બકુશ છે. (૫) યથાસૂમ બકુશ- જે આળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઇત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂક્ષ્મબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. કુશીલ:- મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંવલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. પ્રતિસેવના કુશીલ - સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહનીય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનનું કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે.
બકુશના દોષસેવનું કારણ મુખ્યતયા શિથિલવૃત્તિ અને આસક્તિ છે. જ્યારે પ્રતિસેવના કુશીલમાં દોષની માત્રા અધિક હોવા છતાં મુખ્યતયા તેનું કારણ અસહનીય પરિસ્થિતિ કે ક્ષેત્ર કાલની વિશેષ પરિસ્થિતિ હોય છે. તેથી તેના ઉત્કૃષ્ટ સંયમ પર્યવો બકુશથી અધિક હોય છે.
બકુશ લાગેલા દોષની શુદ્ધિ કરે, તો તે કષાયકશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. જો દોષસેવનની