Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦૬
શ્રી ભગવતી સૂત્ર-૫
(૧) સ્થિતકલ્પ - ઉપરોક્ત દસ પ્રકારની મર્યાદાઓનું પાલન કરવું અનિવાર્ય હોય તેને સ્થિત કલ્પ કહે છે. ભારત અને ઐરાવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં છએ પ્રકારના નિગ્રંથો માટે આ દશ-દશ કલ્પનું પાલન અનિવાર્ય હોવાથી તેના કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે. (૨) અસ્થિત કલ્પ:- ઉપરોકત ૧૦ કલ્પમાંથી અચલકલ્પ, ઔદેશિક, રાજપિંડ, માસકલ્પ, ચાતુર્માસિક કલ્પ અને પ્રતિક્રમણ કલ્પ આ છ કલ્પનું પાલન સ્વૈચ્છિક હોય અને શેષ શય્યાતરપિંડ, વ્રતકલ્પ, કૃતિકર્મ અને પુરુષ જ્યેષ્ઠ આ ચાર કલ્પનું પાલન અનિવાર્ય હોય, આ પ્રકારની કલ્પ મર્યાદાને અસ્થિત કલ્પ કહે છે. મધ્યના રર તીર્થકરના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં છએ નિયંઠામાં અસ્થિત કલ્પ હોય છે. અન્ય રીતે કલ્પના ત્રણ પ્રકાર :- જિનકલ્પ, સ્થવિરકલ્પ અને કલ્પાતીત. (૧) જિનકલ્પ :- જિનનો અર્થ છે- વીતરાગ. શરીર પ્રતિ પૂર્ણ વીતરાગી સમાન આચરણ હોય તેને જિનકલ્પ કહે છે. તેમાં દેહના મમત્વનો સર્વથા ત્યાગ હોય છે. આ કલ્પ સંબંધી કોઈ પણ નિયમમાં કોઈ પણ પ્રકારના અપવાદ સેવનને અવકાશ નથી. શરીરની સેવા શુશ્રુષા અને ઉપકરણના સમારકામરૂપ પરિકર્મ થતું નથી. રોગ આવે, કાંટો વાગે, આંખમાં કણ પડે, શરીરમાં ઘા વગેરે પડે તો ઉપચાર થતો નથી. આ રીતે વિશિષ્ટ અભિગ્રહ પૂર્વક સંયમનું પાલન કરવાને જિનકલ્પ કહે છે. તેમાં છ અને સાતમું બે ગુણસ્થાન હોય છે. જિનકલ્પમાં સાધક એક પણ લબ્ધિનો પ્રયોગ કરતા નથી. (૨) સ્થવિર કલ્પ:- આ કલ્પમાં નાના-મોટા નિયમ-ઉપનિયમોનું ઉત્સર્ગ રૂપે પૂર્ણતયા પાલન કરાય છે પરંતુ વિશેષ પરિસ્થિતિમાં ગીતાર્થ, બહુશ્રુતમુનિની આજ્ઞા અનુસાર અપવાદમાર્ગનું પણ સેવન થાય છે અને પછી આગમોક્ત પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી શકાય છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદના વૈકલ્પિક આચરણ સહિતની કલ્પ મર્યાદાને સ્થવિરકલ્પ કહે છે. તેમાં ગીતાર્થમુનિની આજ્ઞાથી શરીરની સેવા-સુશ્રુષા અને ઉપધિનું પરિકર્મ પણ કરી શકાય છે. (૩) કલ્પાતીત :- જે શ્રમણો શાસ્ત્રાજ્ઞાઓ અને કલ્પ-મર્યાદાઓથી મુક્ત થઈ જાય છે, જે પોતાના જ્ઞાન અને વિવેકથી જ આચરણ કરે છે, તેને કલ્પાતીત કહે છે. તીર્થકર ભગવાન તથા ઉપશાંત વીતરાગ અને ક્ષીણ વીતરાગ આદિ ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્તી સાધકો કલ્પાતીત હોય છે. નિગ્રંથોમાં કલ્પ:નિગ્રંથ સ્થિત અસ્થિત
સ્થવિર કલ્પાતીતમાં કલ્પમાં
કલ્પમાં કલ૫માં કલ્પમાં પુલાક બકુશ-પ્રતિસેવના ૪ કષાયકુશીલ નિગ્રંથ | V |
સ્નાતક | જ | / (૫) ચારિત્ર દ્વાર:२७ पुलाए णं भंते ! किं सामाइयसंजमे होज्जा, छेओवट्ठावणियसंजमे होज्जा,
..
|