Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૧૨
શ્રી ભગવતી સૂત્ર-૫
४४ जइणं भंते ! अतित्थे होज्जा किं तित्थयरे होज्जा, पत्तेयबुद्धे होज्जा ? गोयमा! तित्थयरे वा होज्जा, पत्तेयबुद्धे वा होज्जा । एवं णियठेवि, एवं सिणाए वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો કષાયકશીલ અતીર્થમાં હોય, તો શું તીર્થકર હોય છે કે પ્રત્યેક બુદ્ધ? ઉત્તર- હે ગૌતમ ! તે તીર્થકર અથવા પ્રત્યેક બુદ્ધ હોય છે. આ રીતે નિગ્રંથ અને સ્નાતક પણ જાણવા. વિવેચન :અતીર્થ :- કોઈ તીર્થકરનું શાસન વિચ્છેદ થઈ જાય, ત્યારે અને ઉત્સર્પિણી કે અવસર્પિણીકાલમાં પ્રથમ તીર્થકરના શાસનનો પ્રારંભ ન થયો હોય તે કાલને અતીર્થ કહે છે. અતીર્થકાલમાં કોઈ સ્વતઃ સંયમ અંગીકાર કરે, તો તે અતીર્થમાં કહેવાય છે. તીર્થ - કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ચતુર્વિધ સંઘ રૂપ ચાર તીર્થની સ્થાપના કરે અને ત્યાર પછી તીર્થનો વિચ્છેદ ન થાય ત્યાં સુધીના કાલને તીર્થકાલ કહે છે. તીર્થકરના શાસનમાં જ જે દીક્ષિત થાય છે, તે તીર્થમાં કહેવાય છે.
૫લાક, બકશ અને પ્રતિસેવનાકશીલ તીર્થમાં જ હોય છે. અતીર્થકાલમાં જે સંયમનો સ્વીકાર કરે, તે કષાયકુશીલ હોય છે.
તીર્થની સ્થાપના કર્યા પૂર્વે છદ્મસ્થાવસ્થામાં તીર્થકરો કષાયકુશીલનિગ્રંથ હોય છે. શાસન સ્થાપના પૂર્વે કે શાસન વિચ્છેદ પછી કોઈ પ્રત્યેક બુદ્ધ, સ્વયં સંયમ સ્વીકાર કરે તો તે પણ કષાય કુશીલ હોઈ શકે છે. પ્રત્યેક બુદ્ધની જેમ ઉપલક્ષણથી સ્વયં બુદ્ધ પણ અતીર્થમાં થઈ શકે છે.
અતીર્થકાલમાં કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે તેથી અતીર્થકાલમાં નિગ્રંથ અને સ્નાતક બંને હોય છે. આ રીતે તીર્થકાલમાં છએ પ્રકારના નિર્ચથો હોય છે અને અતીર્થકાલમાં અંતિમ ત્રણ નિગ્રંથો હોય છે.
નિગ્રંથોમાં તીર્થ - | નિગ્રંથ તીર્થમાં | અતીર્થ મુલાક, બકુશ, પ્રતિસેવના
કષાય કુ. નિગ્રંથ, સ્નાતક (૯) લિંગ દ્વાર:
४५ पुलाए णं भंते ! किंसलिंगे होज्जा, अण्णलिंगे होज्जा, गिहिलिंगे होज्जा? गोयमा !दव्वलिंगं पडुच्च सलिंगे वा होज्जा, अण्णलिंगे वा होज्जा, गिहिलिंगेवा होज्जा, भावलिंगपडुच्च णियमा सलिंगेहोज्जा । एवं जावसिणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પુલાક શું સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે? ઉત્તર- હે ગૌતમ ! દ્રવ્યલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં, અન્યલિંગમાં કે ગૃહસ્થલિંગમાં હોય છે, પરંતુ ભાવલિંગની અપેક્ષાએ નિયમા સ્વલિંગમાં જ હોય છે. આ રીતે સ્નાતક પર્યત જાણવું.